વાંકાનેર

સિંધાવદર ૧૧ કેવી સબસ્ટેશન ગાત્રાળ ફીડરનું યુસુફભાઈ શેરસીયા અને ઇસ્માઈલભાઈ IMPના હસ્તે શુભારંભ…

વાંકાનેર: આજરોજ સિંધાવદર ગામે 11 કેવી સબસ્ટેશન ગાત્રાળ ફીડરનો શુભારંભ મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન યુસુફભાઈ શેરસીયા અને સીંધાવદરના પૂર્વ સરપંચ ઇસ્માઈલભાઈ (IMP) ના હસ્તે કરવામાં આવ્યું.

સિંધાવદર ગામ પીપળીયા રાજ શિવમ 11 કેવીમાં આવતું એમાં અવાર નવાર ફોલ્ટ પડતા તે ધ્યાનમાં લઈને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન યુસુફભાઈ શેરસીયા અને પૂર્વ સરપંચ ઇસ્માઈલભાઈ (IMP) લેખિત અને મૌખિક રજૂઆત કરતા આજે તેમનો સુખદ અંત આવેલ છે. હવે આજથી સિંધાવદરમાં અશરફનગર, કાસમપરા, ગાત્રાળનગર, લીંબાપરા, સમર્પણ આશ્રમ, વીડી ભોજપરાની આજથી આ ફીડરમાં સમાવેશ થયેલ છે અને ત્યાંથી પાવર મળશે. આ ફીડર ગાત્રાળ ફીડરથી ઓળખાશે. પહેલા વારંવાર થતાં ફોલ્ટમાંથી છૂટકો મળતા વાંકાનેર રૂલર સબ ડિવિઝન1 નાયબ કાર્યપાલક એચ.એચ.પટેલ તથા ટેકનિકલ સ્ટાફનો સિંધાવદરના ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમાચારને શેર કરો