સિંધાવદર તાલુકા શાળાની કન્યા ટિમ ખો-ખો માં ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાની ચેમ્પિયન બની…
ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત આયોજિત ખો-ખો તાલુકા કક્ષા ફાઇનલ સ્પર્ધામાં સિંધાવદર તાલુકા શાળાની કન્યાઓની ટીમે શાનદાર વિજય મેળવીને શાળા અને ગામનું ગૌરવ વધાર્યું છે. શાળાના આચાર્ય ઝાકીર શેરસીયાએ આ વિજેતા ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે
”કન્યાઓની આ સિદ્ધિ ખરેખર પ્રશંસનીય છે. આ વિજય માત્ર તેમની રમતગમતની પ્રતિભાનું જ નહીં, પરંતુ સામૂહિક પ્રયત્ન (ટીમ વર્ક), સમર્પણ અને મહેનતનું પરિણામ છે.
આ સફળતા પાછળ શાળાના કોચ હરેશભાઈ ગરૈયાની અથાક તાલીમ અને માર્ગદર્શન ખૂબ જ મહત્વનું રહ્યું છે. હરેશભાઈ અને તમામ શાળા સ્ટાફની મહેનત ખરેખર રંગ લાવી છે. સમગ્ર શાળા પરિવાર આ વિજેતા ટીમને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ પાઠવે છે. અને તેઓ ત્યાં પણ ઉત્તમ પ્રદર્શન કરીને શાળાનું નામ રોશન કરે તેવી આશા રાખીએ છીએ.” અત્રે ઉલ્લેખનીય છે કે આજ શાળાની કુમાર(બોયઝ) ટીમનો ખો ખો માં તાલુકા કક્ષાએ ત્રીજો નંબર આવેલ છે.


