skip to content

વાંકાનેર: એસ.ટી બસ સ્ટેશન ખાતે ‘શુભ યાત્રા સ્વચ્છ યાત્રા’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

સરકારના અંતર્ગત જે “સ્વભાવ સ્વછતા સંસ્કાર સ્વછતા” કેમપેઈનના રાજકોટ વિભાગના વાંકાનેર એસ. ટી. ડેપો ખાતે સ્વછતા શપથ, બસ અને બસ સ્ટેશન સ્વચ્છતા માટે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેર ડેપોના કેરટેકર પારુલબેન પંડ્યા તેમજ રાજકોટ વિભાગના કર્મચારી મંડળના પ્રમુખ જયુભા ડી. જાડેજા દ્રારા ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અશ્વિનભાઇ મેઘાણી (મોરબી જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ), પરેશભાઈ મઢવી (ભાજપ વાંકાનેર શહેર પ્રમુખ), ડાયાભાઇ સરૈયા (ભાજપ બક્ષીપંચ મોરબી જિલ્લા ઉપપ્રમુખ), રમેશભાઈ વોરા (પૂર્વ વાંકાનેર નગરપાલિકા પ્રમુખ ), હરેશભાઈ (ભાજપ કાર્યકર), વાંકાનેર એસટીઆઈ રહીમભાઈ પરમાર, વાંકાનેર એટીઆઈ હકુભા પરમાર, ટ્રાફિક કંટ્રોલર, ડ્રાઈવર, કંડક્ટર, વર્કશોટ સ્ટાફ, સ્વીપર સ્ટાફ તેમજ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. આ આયોજનના વાંકાનેર એસ. ટી. પરીવાર અને બાપા સીતારામ ગૃપ ના સભ્યો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમાચારને શેર કરો