વાંકાનેર

જુગારની મૌસમ પૂરબહાર: કેરાળા, અમરસર,હસનપર અને રાજાવડલામાંથી 13જુગારી પકડાયા..!!!

વાંકાનેર: લાગે છે કે હવે શ્રાવણીયા જુગારની મોસમ પૂરબહાર ખીલી છે અને તેમની સામે પોલીસે ડંડો ઉપાડ્યો છે. વાંકાનેર તાલુકાના કેરાળા, અમરસર, હસનપર અને રાજાવડલામાંથી જાહેરમાં જુગાર રમતા 13 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા,

(૧) કેરાળા ગામે નવાપરામાં ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમતા ૧). રાજેશભાઈ મશરૂભાઈ મકવાણા, ૨). જીવણભાઈ કુકાભાઈ વાડવેલીયા અને ૩). સંજયભાઈ વરસીંગભાઇ વાડવેલીયાને 17,150 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

(૨) અમરસર ગામે ભરવાડપરના ચોકમાંથી પોલીસે આરોપી ૧). જયપાલ સુખાભાઈ ગમારા અને ૨). મહિપાલ ભાયાભાઈ ગમારાને 12,250ના મુદ્દામાં સાથે ઝડપી લીધા હતા.

(૩) હસનપર ગામે ચામુંડા માતાજીના મંદિર પાસેથી જાહેરમાં જુગાર રમતા ૧). સંજયભાઈ ધીરુભાઈ પરસાડીયા, ૨). નિલેશભાઈ રમેશભાઈ મકવાણા અને ૩). ઉદયભાઇ મુકેશભાઈ બારૈયાને રૂ. 2400 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

(૪) નવા રાજાવડલા ગામના ચોકમાં ખુલ્લા પટમાં જુગાર રમતા ૧). ગોરધનભાઈ છગનભાઈ દેત્રોજા, ૨). દિનેશભાઈ કાળુભાઈ દેત્રોજા, ૩). કિશોરભાઈ નરશીભાઈ ડેડાણીયા, ૪). મોનાભાઈ રાઘવભાઇ ગમારા અને ૫). વિમલભાઈ કાંતિભાઈ ડેડાણીયાને 12,240 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી

આ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો