વાંકાનેર: શિવાજી પાર્ક સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા,રહીશો પરેશાન…
નથી પાણી જતું કે નથી તંત્ર આવતું..!!
વાંકાનેર રેલવે સ્ટેશનની બાજુમાં ગેબી પાનની પાછળ આવેલી શિવાજી પાર્ક સોસાયટીમાં છેલ્લા બે દિવસથી ગોઠણ સમા પાણી ભરાયેલા છે અને સોસાયટીના મોટાભાગના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. સોસાયટીના રહીશોએ લાગતા વલગતા અધિકારીઓને ટેલીફોનિક જાણ કરવા છતાં હજુ સુધી આ સોસાયટીમાં પાણીનો નિકાલ કરવા તો નહીં પણ કોઈ ખબર અંતર પૂછવા પણ આવ્યું નથી.
આ સોસાયટીના રહીશો ભારે પરેશાન છે રસ્તા ઉપર ઢીંચણ સમાન પાણી ભરાયેલા છે કયા તો આખી ફોરવીલ ડૂબી ગયેલ છે અને સોસાયટીના મોટાભાગના ઘરોની અંદર પાણી ઘસી ગયા છે. ત્યારે રહીશોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. વરસાદ ધીમો થતાં અને આજે સવારમાં બંધ થઈ જવા છતાં આ પાણી નીકળતા નથી જેમની વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર અને એસડીએમને જાણ કરવા છતાં હજુ સુધી તંત્ર આ સોસાયટીમાં પાણીનો નિકાલ કરવા અને રહીશોની મદદે આવ્યું નથી.
જુવો કેટલી તસ્વીર….











વાંકાનેર તાલુકા અને મોરબી જિલ્લા સાથે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના મહત્વના સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા માટે કપ્તાન ન્યુઝના વોટસએપ ગ્રુપમાં જોડાવો…
કપ્તાના વોટસએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…
https://chat.whatsapp.com/LRTnfksdJOTJ9VE8nj9F97

