વાંકાનેર

વાંકાનેર:આખરે તંત્ર શિવાજી પાર્ક સોસાયટીની વહારે આવ્યુ.

વાંકાનેર: જ્યારથી વરસાદ આવ્યો છે ત્યાંથી વાંકાનેરની રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલી શિવાજી પાર્ક સોસાયટીના રહીશો માટે મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યા છે સમગ્ર સોસાયટીમાં પાણી ભર્યા છે અને મોટાભાગના ઘરોમાં અથવા તો ઘરના ફરી માં પાણી ઘૂસી ગયા છે તંત્રને રજૂઆત કરી પણ તંત્ર હરકતમાં ન આવ્યું આખરે આ સોસાયટીના રહીશોએ મીડિયાને જાણકરી…

આ સમગ્ર અહેવાલ કપ્તાનના વેબપોર્ટલ પર પ્રસિદ્ધ થયાને થોડા સમયમાં જ તંત્ર હરકતમાં આવ્યુ અને સોસાયટીમાંથી પાણી ખેંચવા માટે મશીનો મોટરો લઈ આવીને કામગીરી શરૂ કરી.. આ કામગીરી જોતા જ હાલાકી ભોગવતા સોસાયટીના લોકોમાં ખુશી જોવા મળી કેમ કે છેલ્લા બે ત્રણ દિવસથી ભારે હાલાકીનો સામનો કરી રહેલા લોકોને હવે આ હાલાકીથી છુટકારો મળશે. તેવી આશાએ લોકો તંત્રને પણ આભાર કહી રહ્યા છે. દેર સે આયે મગર આયે તો સહી…

આ સમાચારને શેર કરો