સગીરાને ભગાડી જનાર વાંકાનેરના શેખરડીનો શખ્સ અમરેલીથી ઝડપાયો

વાંકાનેર : ગત તારીખ 28 જૂનના રોજ વાંકાનેર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ તથા પોક્સો કેસનો આરોપી અને ભોગ બનનાર સગીરાને વાંકાનેર તાલુકા પોલીસે અમરેલીથી ઝડપી પાડ્યા છે.

ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની સગીર વયની દીકરીને આરોપી રાહુલ ખીમાભાઈ સરવૈયા (રહે. શેખરડી, તા. વાંકાનેર) લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરીને લઈ ગયો હતો. પોલીસે આ અંગે તપાસ કરતાં ખાનગી રાહે બાતમી મળી હતી કે આરોપી અને ભોગ બનનાર સગીરા અમરેલી ખાતે છે. તેથી પોલીસે અમરેલી ખાતે જઈને ભોગ બનનાર સગીરા અને આરોપી રાહુલ સરવૈયા (ઉં.વ. 18)ને ઝડપી પાડી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો