વાંકાનેર

વાંકાનેરની શ્રી શક્તિપરા પ્રાથમિક શાળાનું NMMS પરીક્ષામાં ઝળહળતું પરિણામ

રાજ્ય પરીક્ષા બોર્ડ , ગાંધીનગર દ્વારા લેવાતી નેશનલ મેરિટ કમ્સ મિન્સ સ્કોલરશીપ પરીક્ષા ( NMMS ) ના આજ રોજ જાહેર થયેલ પરિણામમાં વાંકાનેર તાલુકામાં પછાત અને ઝૂંપડપટી વાળા વિસ્તારમાં આવેલી શ્રી શક્તિપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે.

શાળાના બાંભવા હિતેશ મયાભાઈને 142 માર્ક, જામ શુભાન સુમારભાઈ ને 138 માર્ક, દેત્રોજા વિજય બેચરભાઈને 127 માર્ક તેમજ નારેજા જુસબ ફિરોજભાઈને 120 માર્ક આવેલ છે. શાળાના શિક્ષકો વિજયભાઈ અધારા, જીતુભાઈ ગોસ્વામી તેમજ જયશ્રીબેન ચાંડપા તથા આચાર્ય જીનેશભાઈ વખારીયાના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીની શ્રેષ્ઠ પરિણામ આવેલ છે. તેમજ આ બધા વિદ્યાર્થીઓ મેરિટમાં આવવાની શક્યતા છે.
મેરિટમાં આવનાર તમામને કેન્દ્ર સરકાર તરફ થી ધો 9 થી ધો 12 ના અભ્યાસ દરમ્યાન મહિને રૂ 1000 લેખે 4 વર્ષ ના કુલ રૂ 48000 સ્કોલરશીપ મળશે.

આ સમાચારને શેર કરો