Placeholder canvas

ખેડૂતભાઈઓ આનંદો ! વાંકાનેરમાં ટી એન્ડ ટીએ “શક્તિમાન બ્લેડ ડે” એક દિવસ લંબાવ્યો

વાંકાનેરમાં ટી એન્ડ ટી એન્ટરપ્રાઇઝમાં ‘શક્તિમાન બ્લેડ ડે’ માં ખેડૂત ભાઈઓ વિશેષ લાભ સાથે રોટાવેટરની બ્લેડ ખરીદવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા…

વાંકાનેર: આજે એટલે કે ૭મી ઓક્ટોબરે ટી એન્ડ ટી એન્ટરપ્રાઇઝમાં ‘શક્તિમાન બ્લેડ ડે’માં બ્લેડની ખરીદીમાં આખો દિવસ ખેડૂતોનો ખૂબ જ ઘસારો રહ્યો અને સાંજ સુધી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. દરેક ખેડૂત પોતાની ખેતીની નવી સિઝનમાં રોટાવેટરમાં નવી બ્લેડ સાથે સારી ખેતી કરવા માટેની ઈચ્છા હોય ત્યારે શક્તિમાન જેવી વિશ્વાસપાત્ર કંપની તરફથી એક દિવસ માટે ‘બ્લેડ ડે’ માં વિશેષ લાભની ઓફર કરવામાં આવી હતી. એ લાભ લેવા માટે ખેડૂતોની આખો દિવસ ટી એન્ડ ટી એન્ટરપ્રાઇઝ મોટી ભીડ જોવા મળી હતી.

આ એક દિવસના ‘શક્તિમાન બ્લેડ ડે’માં કંપનીની અપેક્ષાથી અધિક ખેડૂતો શક્તિમાંની બ્લેડ ખરીદવા માટે ઉમટી પડતા, જોત જોતામાં જ સાંજ સુધીમાં બ્લેડનો સ્ટોક ખૂટી પડ્યો અને કેટલાક ખેડૂતો પોતાની માનીતી અને વિશ્વાસપાત્ર કંપની શક્તિમાનની બ્લેડની ખરીદી કરી શક્યા નહોતા, ત્યારે ખેડૂતોનું કહેવું હતું કે આમાં અમારો શું વાંક ?

ખેડૂતોના આ પ્રશ્ન અને ખેડૂતોના શક્તિમાન કંપનીની ગુણવત્તા પર અપાર વિશ્વાસને ધ્યાનમાં રાખીને કોઈ ખેડૂત આ ‘શક્તિમાન બ્લેડ ડે’ ના વિશેષ લાભોથી વંચિત ના રહે એ માટે કંપનીએ ‘શક્તિમાન બ્લેડ ડે’ એક દિવસ લંબાવવાનો નિર્ણય કર્યો છે. જે ખેડૂતો શક્તિમાંની બ્લેડ ખરીદવાથી વંચિત રહ્યા છે તેઓ હવે આવતી કાલે એટલેકે તારીખ 8/10/2021ને શુક્રવારના સવારના 9થી સાંજના 6 વાગ્યા સુધી ટી એન્ડ ટી એન્ટરપ્રાઇઝ વાંકાનેરમાંથી રોટાવેટરની બ્લેડ ખરીદી શકશે. આવતી કાલે પણ શક્તિમાન બ્લેડની ખરીદી પર ‘શક્તિમાન બ્લેડ ડે’ની વિશેષ ઓફરો કંપની તરફથી આપવામાં આવી હતી તે તમામ લાભો પણ આપવામાં આવશે.

હવે જે ખેડૂતો આગામી શિયાળુ પાક માટે પોતાના રોટાવેટરમાં વિશેષ લાભ સાથે શક્તિમાનની બ્લેડ ચડાવીને ‘મખમલી ખેતી’ કરવા માંગતા હોય તેવા ખેડૂત ભાઈઓ માટે આવતી કાલે છેલ્લો મોકો છે.

જો જો આવતીકાલે આ ઓફરનો છેલ્લો દિવસ જ છે આપની વાડીમાં ‘મખમલી ખેતી’ માટેના નવા (હથિયારો) બ્લેડની ખરીદી પર જો ખાસ ઓફર, કેશ ડિસ્કાઉન્ટ મળતું હોય ત્યારે આવો મોકો ન ગુમાવવો જોઈએ. કેમકે આવા મોકા વારંવાર નથી મળતા…. તો પધારો…

ટી એન્ડ ટી એન્ટરપ્રાઇઝ
મોનાલી ચેમ્બર, નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર. સંપર્ક :- 9904177966

આ સમાચારને શેર કરો