Placeholder canvas

ગુજરાતમાં આવતીકાલે શાહીન વાવાઝોડું સક્રિય થશે: કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પાડશે

આવતીકાલે બપોરે કચ્છના અખાતમાં શાહિન વાવાઝોડું ઉદ્ભવશે,. વાવાઝોડાને પગલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની અસરનાં કારણે સપ્ટેમ્બરનાં છેલ્લા સપ્તાહમાં આખા રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે ગુજરાતમાં શાહીન વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. રાજ્યમાં આગામી ચાર દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

કાલે બપોરે 1-00 વાગ્યે કચ્છના નલિયાના દરિયામાં શાહિન વાવાઝોડું ઉદભવશે 
આવતીકાલે કછના અખાતમાં શાહીન વાવાઝોડું ઉદભવે તેવી પૂરેપૂરી સંભાવના છે. આવતીકાલે બપોરે એક વાગ્યાની આસપાર નલિયાનાં દરિયામાં આ વાવાઝોડું ઉદ્ભવશે અને દરિયા કિનારાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. કચ્છ સહિત આખા સૌરાષ્ટ્રમાં આવતીકાલે ભારે પવન સાથે વરસાદ પડવાની સાંભવાના છે. 

દ્વારકા,જામનગર,ગીર સોમનાથ,જૂનાગઢના દરિયા કિનારે પવન સાથે વરસાદ
વવાઝોડાના કારણે કચ્છના દરિયામાં 60થી 80 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આટલા પવન અને વરસાદનાં કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે નુકસાનની પણ ભીતિ છે. 

આ સમાચારને શેર કરો