Placeholder canvas

વિરમગામમાં ગટરોના પાણી માર્ગો પર ફરી વળ્યા!!!

વિરમગામમાં નગરપાલિકા દ્વારા છેલ્લા એક વર્ષથી વિકાસ માત્ર કાગળ પર…

By આરીફ દીવાન
વિરમગામ નગરપાલિકાએ સ્વચ્છતાના ધજાગરા ઉડાડી દીધા છે. શહેરમાં અત્યંત દુર્ગંધ વાળા ગટરના ગંદા પાણી અવરનાવર જાહેર માર્ગો પર ફરી વળે છે. આ પરિસ્થિતિને વર્ષો થયા છતાં તેમાં કોઈ સુધારો થતો નથી. આ બાબતે અવારનવાર વિરમગામના જાગૃત સામાજિક અગ્રણી ફારૂકભાઇ મદાર દ્રારા રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં નગરપાલિકાના પેટનું પાણી પણ હલતુ નથી. છેલ્લા બે વર્ષથી વિરમગામના અદામીયા સાહેબના ટેકરાના આસપાસના વિસ્તારોમાં ગટરના ગંદા પાણી રોડ રસ્તા પર ફરી વળે છે. આ અંગે અવારનવાર રજૂઆત કરવામાં આવી છે આમ છતાં નગરપાલિકા આ પ્રશ્નો બાબતે કોઈ કામગીરી કરી રહી નદી અને આ પ્રશ્નો તેમને તેમ છેલ્લા બે વર્ષથી ઊભો છે તેમનું નિરાકરણ આવતું નથી.

અદામીયા સાહેબના ટેકરા વિસ્તારથી બારીની મસ્જિદ સુધીના વિસ્તારોમાં સતત ગંદકી કચરા અને ગટરના પાણી રોડ રસ્તા પર ફરી વળ્યા છે. જેના કારણે લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય રહ્યો છે. આ અંગેની વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા કોઈપણ કામગીરી કરી રહી નથી. આ વિસ્તાર પ્રત્યે નગરપાલિકાના વહીવટદારો ઓરમાયું વર્તન રાખી રહયા છે. ત્યારે સફાઈવેરો પાણીવેરો લાઇટ વેરો વસુલ કરતી નગરપાલિકાએ પ્રજાહિત કાર્ય સમયસર કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં આક્રમક દેખાવો અને આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પત્રકાર ફારૂકભાઈ મદારે ઊચ્ચારી છે.

કપ્તાનના સમાચાર ઝડપથી અને સૌથી પહેલાં વાંચવા માટે કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો…

કપ્તાની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો… https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો