વાંકાનેર તાલુકાના જેપુર ગામની સીમમાં જુગાર રમતા સાત ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના જેપુર ગામની સીમમાંથી જાહેરમાં 7 ઇસમોને જુગાર રમતા રોકડ રૂ. 40,250 સાથે પકડી પાડવામાં આવ્યા છે.

તા. 2ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન તેઓને ખાનગી રાહે હકીકત મળેલ કે જેપુર ગામની સીમમાં સામતભાઈ દેવાભાઈની વાડીની બાજુમાં આવેલ રિલાયન્સ કંપનીની ઓઈલ લાઈનની ઓફીસની પાસે જાહેરમાં જુગાર રમે છે. તેવી હકીકત મળતા તે જગ્યાએ રેઇડ કરતા 7 ઇસમોને જુગાર રમતા રોકડ રૂ. 40,250 સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ બનાવમાં આરોપીઓ અજીતભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ (ઉ.વ. 31), ધનજીભાઈ સામતભાઈ પરબતાણી (ઉ.વ. 29), સંજયભાઈ હમીરભાઈ બાવળીયા (ઉ.વ. 36), બીપીનભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ (ઉ.વ. 40), કૈલાશભાઈ સોમાભાઈ મકવાણા (ઉ.વ. 30), પરબતભાઈ હમીરભાઈ મેર (ઉ.વ. 20), તથા દેવરાજભાઈ ધીરૂભાઈ ઝાલા (ઉ.વ. 28) વિરૂધ્ધ જુગારધારા કલમ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ સમાચારને શેર કરો