સૌરાષ્ટ્ર

સગી દીકરી પર દુષ્કર્મ આચરનાર પિતાને 20 વર્ષની સજા ફટકારતી સેશન કોર્ટ.

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં દુષ્કર્મના કેસના આરોપીને કોર્ટે મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. સેશન કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી હતી. ધોરાજી સેશન કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી અને 5 હજારનો દડ ફટકાર્યો છે.

આ કેસમાં સગીરાને તેના સગા પિતાએ હવસનો શિકાર બનાવી હતી. પિતાએ સગીર વયની દીકરી પર વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. સગીરાએ પિતા વિરૂદ્ધ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ અને પીડિતાના નિવેદનના આધારે આરોપીને 20 વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે.

વકીલ કાર્તિકેય પારેખ જણાવ્યું કે, ધોરાજી સેશન કોર્ટે ધારાજી તાલુકાના એક આરોપીએ પોતાની સગી દીકીરી ઉપર વારંવાર દુષ્કર્મ આચરવાના કેસમાં 20 વર્ષની સજા તેમજ 5 હજાર ભોગ બનનારને વળતર ચુકવવાનો આદેશ ફરમાવેલો છે. બનાવની વિગતો આપતા વકીલે કહ્યું કે, ભોગ બનનાર આરોપીની દીકરી હતી, ભોગ બનનાર 6 માસની હતી ત્યારે તેની માતા મૃત્યુ પામી હતી. દીકીરીની અત્યારે ઉંમર 17 વર્ષની છે, તેની દાદીએ પણ જુબાની કોર્ટમાં આ કેસને લઈ આપી છે.

આ સમાચારને શેર કરો