વાંકાનેરશૈક્ષણિક

તીથવા: પરવેઝનગર પ્રાથમિક શાળાના શિક્ષકની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી.

વાંકાનેર: તીથવા તાલુકા શાળાની પેટા શાળા પરવેઝનગર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મદદનીશ શિક્ષક નઈમુદીનભાઈ એમ.પરાસરાની તીથવા સી.આર.સી.માં વર્ષ 2022-23ના પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી થતા શાળાનું અને ગામનું ગૌરવ વધાર્યું છે. આજરોજ 76માં સ્વતંત્રદિન પર્વ નિમિત્તે તેમનું તાલુકા પંચાયતના સદસ્ય શ્રી રહીમભાઈ ખોરજીયાના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યુ હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે શિક્ષણના ક્ષેત્રે શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, નાવીન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક ક્ષેત્ર વગેરેમાં ઉત્સાહપૂર્વક યોગદાન આપવા બદલ ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે પ્રતિભાશાળી શિક્ષકની પસંદગી કરવામાં આવે છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/JnLb1qRRcMLL2mOaumRb5j
આ સમાચારને શેર કરો