વાંકાનેર

સત્યમેવ જયતે: આખરે પંચાસીયા સહકારી મંડળીની 2021માં થયેલ ‘ગુપ્ત ચૂંટણી’ પ્રક્રિયા રદ…

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે આવેલી શ્રી કિશાન સેવા સહકારી મંડળી લી. ની 2021 માં ચૂંટણી ગુપ્ત રીતે સભાસદોને જાણ કર્યા વગર કરી દેવામાં આવી હતી. તેમને કેટલાક સભાસદોએ કોર્ટમાં ન્યાય માંગ્યો હતો જેમનો ગઈકાલે લવાદ કોર્ટમાં ચુકાદો આવી જતા આ કોટે 2021માં થયેલી ચૂંટણી પ્રક્રિયા અને બિનહરીફ જાહેર કરાયેલા વ્યવસ્થાપક કમિટીને રદ કરવા અને જિલ્લા રજીસ્ટરને આગળની કાર્યવાહી કરવાનો હુકમ કરેલ છે.

આ પ્રકારની હકીકત એવી છે કે… આ કામના વાદીઓ દ્વારા દાવો દાખલ કરી માંગેલ દાદની ટૂંકમાં હકીકત એવી છે કે વાદીઓ પ્રતિવાદી મંડળીના સભાસદો છે સદર મંડળી સહકારી કાયદાના અધિનિયમ હેઠળ નોંધાયેલી છે અને આ મંડળી દ્વારા પ્રતિવાદી નંબર 2 ચૂંટણી અધિકારીશ્રી ને નિમિ બેઠાથાળે ચૂંટણી કરી મિલાપીપળાથી રેકોર્ડ ઉભો કરી પતિવાદી નંબર 1 થી 15 વાળાને વ્યવસ્થાપક કમિટીના સભ્યો તરીકે ચૂંટાયેલા જાહેર કરેલ છે પ્રતિવાદી નંબર ૧ મંડળીની વ્યવસ્થાપક કમિટી સભ્યોની મુદ્દત તારીખ 11/08/2021 ના રોજ પૂર્ણ થતી હોય જેથી શરૂઆતમાં જ એટલે કે તારીખ 31/3/2021 ના રોજ સભાસદોની યાદી લાયક મતદારો સભાસદોની યાદી સહિતનું રેકોર્ડ વાદી દ્વારા માંગવામાં આવેલ અને તે અંગે લેખિત મૌખિક રજૂઆતો કરેલ તથા પ્રતિવાદી મંડળીના મંત્રી દ્વારા ઉડાઉ જવાબ આપી એકબીજા સાથે મિલાપીપણા કરી પ્રતિવાદી નંબર 1 થી 15 વાળાને ચૂંટાયેલા જાહેર કરી નિયમ વિરોધ પ્રતિવાદી નંબર 1 મંડળીના માજી પ્રમુખ દ્વારા પોતાની રાજકીય વર્ગનો દુરુપયોગ કરી મંડળીમાં પોતાની બહુમતી ન હોવા છતાં બેઠાથાળે સભાસદોને જાણ કર્યા સિવાય કાનૂની પેટા નિયમ અને કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ ચૂંટણી કરાવેલ હોવાનું જણાવી વિશેષમાં એવું જણાવેલ કે વાદી પોતાની પેનલ સાથે સદર ચૂંટણીમાં ભાગ લેવા માંગતા હોય જેથી ચૂંટણી સંબંધીનું રેકોર્ડ તારીખ 30/3/2021 ના રોજ માંગેલ જે તારીખ 04/05/2021 સુધી પ્રતિવાદીના મંત્રી દ્વારા આપવામાં આવેલ નહીં અને એજન્ડા બજાવ્યા વગર વાદીની જાણ બહાર ચૂંટણીનો પ્રોગ્રામ ઉભો કરી ચૂંટણી કરાવેલ છે. જે અંગે વાદી દ્વારા જિલ્લા રજીસ્ટ્રારશ્રી મોરબીને લેખિત રજૂઆત કરેલ અને તે અન્વયે જિલ્લા રજીસ્ટ્રાશ્રી સમક્ષ પણ વીગતો છુપાવવામાં આવેલ અને જિલ્લા રજીસ્ટર મોરબી દ્વારા મંડળીના મંત્રી શ્રી રસુલભાઈ મામદભાઈ માથકિયાને મંડળીના મંત્રી તરીકે દૂર કરતો હુકમ પણ કરેલો આમાં પ્રથમથી જ ગેરકાયદેસર ચૂંટણીનું રેકોર્ડ ઊભુ કરેલું હોય અને ચૂંટણીનું જાહેરનામું પ્રથમ મતદાર યાદી, રોજકામ, ઉમેદવારી ફોર્મ, માન્ય અમાન્ય ઉમેદવારોની યાદી તે અન્વયે રોજગામ વગેરે રેકોર્ડની હકીકતો એકબીજાથી અસંગત હોય પ્રતિવાદી નંબર 1 મંડળીની તારીખ 09/11/2021ની કહેવાતા ચૂંટણી પ્રોગ્રામ મુજબની ચૂંટણી તથા તેમાં જાહેર કરાયેલા ચૂંટાયેલા સભાસદો વગેરે નિયમ વિરુદ્ધ થી કરેલા કાર્યવાહી દ્વારા ચૂંટાયેલા હોય અને જે નિયમ વિરુદ્ધ અને ગેરકાનું કૃત્ય હોય જેથી સદર ચૂંટણી રદ કરી જિલ્લા રજીસ્ટારશ્રી દ્વારા ચૂંટણી અધિકારી નિયુક્ત કરી ફરી ચૂંટણી કરાવી અને તે દરમિયાન હાલ ચૂંટાયેલા જાહેર કરેલ વ્યવસ્થાપક કમિટીના સભ્યો કોઈ કામગીરી ઠરાવો કરે કરાવે નહીં તે મતલબની દાદ માંગવામાં આવેલ અને દાદ અન્વયે વચગાળાના મનાય હુકમની પણ માંગણી કરવામાં આવેલી….

આ કેસના વાદીઓ :-
(૧) ખોરજીયા યુનુસ મામદભાઈ
(૨) નઝરુદ્દીન વલીભાઈ બાદી
(૩) અમીભાઈ મીંરાજીભાઈ ખોજીયા
બધા રહે પંચાસીયા તાલુકો વાંકાનેર જીલ્લો મોરબી.

પ્રતિવાદીઓ :-
(૧) શ્રી કિશાન સેવા સહકારી મંડળી લી.
પંચાસીયા તાલુકો વાંકાનેર જીલ્લો મોરબી.

(૨) ચૂંટણી અધિકારીશ્રી કાંતિલાલ બી સોરઠીયા કિશાન સેવા સહકારી મંડળી લી.
રહે ‘સ્મૃતિ’ ટાગોર માર્ગ, વિરાણી હાઇસ્કુલ ચોક, રાજકોટ.

(૩) રહીમભાઈ અભરામભાઈ વકાલિયા
(૪) ઈંદ્રિશભાઈ રહીમભાઈ માથકીયા
(૫) ઈસ્માઈલ અહમદભાઈ જલાલ શેરસિયા
(૬) અયુબભાઈ અહમદભાઈ ચૌધરી
(૭) અકબરભાઈ અમીભાઈ કડીવાર
(૮) ગુલામરસુલ નુરમામદ માથકીયા
(૯) ઉસ્માન અલાવદી હસનભાઈ માથકીયા
(૧૦) મોહયુદ્દીન અહમદભાઈ માથકીયા
(૧૧) નઝરૂદ્દીન હુસેન અલીભાઈ ખોરજીયા
(૧૨) રઈસ રસુલ માથકીયા
(૧૩) મહંમદઝાવેદ અબ્દુલમુતલીબ પીરઝાદા
(૧૪) આસીબેન નૂરમામદભાઈ બાદી
(૧૫) રુકશાનાબેન ઇસ્માઇલભાઈ બાદી
બધા રહે.મુ.પો.પંચસિયા, તાલુકો વાંકાનેર, જીલ્લો મોરબી.

છેલ્લા ત્રણ વર્ષથી સતત કાનૂની પ્રક્રિયામાં ગૂંચવાયેલી અને એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં આ પ્રકરણ સતત જતું રહ્યું છે, ત્યારે હવે આગળ શું થશે ? એ તો સમય જ બતાવશે પણ હાલ લવાદ કોર્ટના ચુકાદામાં પૂર્વ ધારાસભ્ય મહંમદજાવીદ પીરઝાદા અને તેમની પેનલ ને ફટકો પડ્યો છે અને વિરોધ પેનલ એટલે કે વાદી પક્ષ ને બે થી ત્રણ વર્ષની લડત બાદ ન્યાય મળ્યો છે. એટલે તો કહે જ છે ‘સત્યમેવ જયતે’

આ સમાચારને શેર કરો