વાંકાનેર

વાંકાનેરના પ્રાંત અધિકારી વી.ડી.સાકરિયાને પ્રમોશન: સુરેન્દ્રનગરના નવા RAC તરીકે નિયુક્ત

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: વાંકાનેરના પ્રશાસનિક વડાને બઢતી સાથે સુરેન્દ્રનગર રેસિડેન્ટ એડિશનલ કલેક્ટરનો મહત્વનો કાર્યભાર સોંપાયો

વાંકાનેર: રાજ્ય સરકારના વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે કરવામાં આવેલી બદલી અને બઢતીના દોરમાં મોરબી જિલ્લાના અધિકારીઓની મહત્વની જગ્યાએ નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં વાંકાનેર ખાતે પ્રાંત અધિકારી (SDM) તરીકે ઉત્કૃષ્ટ સેવા આપનારા GAS કેડરના અધિકારી વી.ડી. સાકરિયાને પ્રમોશન આપવામાં આવ્યું છે.

સરકારના સત્તાવાર આદેશ અનુસાર, વી.ડી.સાકરિયાને સિનિયર સ્કેલમાં પ્રમોશન આપીને સુરેન્દ્રનગર ખાતે રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર (RAC) તરીકે મૂકવામાં આવ્યા છે. વાંકાનેરમાં તેમની પ્રશાસનિક કુશળતા અને લોકભિમુખ કામગીરીને જોતા આ બઢતી આપવામાં આવી છે. હવે તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર તરીકેનો મહત્વનો પદભાર ટૂંક સમયમાં સંભાળશે. આ સમાચારને પગલે સ્થાનિક વહીવટી સ્ટાફ અને અગ્રણીઓએ તેમને નવી ઇનિંગ માટે શુભેચ્છાઓ પાઠવી છે.

આ સમાચારને શેર કરો