સ્કોર્પિયો પલટી મારતા સ્કોર્પિયોમાં લાગી આગ, ત્રણને ઇજા.

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર ગાળા ગામના પાટિયા પાસે રોડ ઉપર ઓવરટેક કરવા જતા સ્કોર્પિયો પલટી મારી ગઈ હતી અને ઝાડ સાથે અથડાઇ હતી. બાદમાં ગાડીમાં આગ લાગી હતી. આ બનાવમાં ત્રણ યુવાનોને ઈજા થતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકાના ગાળા ગામે રહેતા હાર્દિક કેશવજીભાઈ કુંડારીયા (28) તથા નેવિલ દિનેશભાઈ કુંડારીયા (21) અને મોરબીના પંચાસર રોડ ઉપર આવેલા સતનામ નગરમાં રહેતા સાવનભાઈ દાવા (27) ગામના ત્રણ વ્યક્તિઓને અકસ્માતના બનાવમાં ઈજા થતાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા. આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે સ્કોર્પિયો ગાડીમાં માળીયા નજીક આવેલા ઓનેસ્ટ હોટલથી ગાળા ગામ તરફ ઘરે પરત આવી રહ્યા હતા. એ દરમિયાન ગાળા ગામના પાટીયા નજીક પેટ્રોલ પંપ પાસે ઓવરટેક કરવા જતાં સમયે ગાડી પલટી મારી ગઈ હતી અને ઝાડ સાથે અથડાઇ હતી. ત્યાર બાદ કારમાં આગ લાગી હતી અને કારમાં નુકસાન થયું હતું.

આ સમાચારને શેર કરો