વાંકાનેર

વાંકાનેર: એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો…

વાંકાનેર: શ્રીમતી એલ. કે. સંઘવી ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલય, વાંકાનેર ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો. કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો તથા શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. રાજ્યભરમાં યોજાતા શાળા પ્રવેશોત્સવ અભિયાનના ભાગરૂપે આ પ્રગતિનો પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ સમગ્ર શિક્ષા અને સરકારના સંયુક્ત પ્રયાસ દ્વારા ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મહેમાન તરીકે તાલુકા વિકાસ અધિકારી, માયાબેન જાની, એસ. બી. દઢાણીયા, બાગાયત અધિકારી, મોરબી; તેમજ સી.આર.સી. શેરસિયા ઈકબાલભાઈ એચ., ઉપસ્થિત રહ્યા તેમજ વિદ્યાભારતી ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી અમરસિંહભાઈ મઢવી, યુવા સંગઠનના ટ્રસ્ટી શ્રી વિનુભાઈ રૂપારેલીયા, ટ્રસ્ટી શ્રી કલ્પેંદુભાઈ મહેતા, વ્યવસ્થાપક શ્રી પુષ્કરભાઈ ત્રિવેદી, શિક્ષક શ્રેષ્ઠી શ્રી અમુભાઈ વેદ, ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી ચેતનભાઈ ભીંડોરા તથા મંત્રી શ્રી રસિકભાઈ ખોરજા, માનવસેવા મહિલા પરિવારના સભ્યો, અન્ય દાતાશ્રીઓ તથા વાલીશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

આ કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક, પુષ્પગુચ્છ અને શૈક્ષણિક કિટ, ચોપડા આપી સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું. મહાનુભાવોએ શિક્ષણનું મહત્વ સમજાવતાં વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ, સંસ્કાર અને સર્વાંગી વિકાસ માટે પ્રેરિત કર્યા. વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના, સ્વાગતગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.

શાળાના આચાર્ય દર્શનાબેન દ્વારા તમામ મહાનુભાવો, વાલીઓનો શાળાની 111 દીકરીઓના પ્રવેશ પ્રસંગે હાજર રહેવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે મુખ્યમંત્રી નો શુભેચ્છા સંદેશ વાંચી માર્ગ સલામતી અંગેનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમ આનંદમય અને પ્રેરણાદાયી વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો. કાર્યક્રમના અંતે મહેમાન દ્વારા વૃક્ષારોપણ થયું અને બધી જ વિદ્યાર્થીની બહેનોએ એક વૃક્ષ મા કે નામની જેમ એક વૃક્ષ પ્રવેશ કે નામ સાથે પ્રવેશ ઉત્સવ રૂડા અવસરે એક વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ કર્યો હતો.

આ સમાચારને શેર કરો