છત્તર પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાઈ ગયો
છત્તર પ્રાથમિક અને માધ્યમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાઇ ગયો, જેમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ગીતાબેન રમેશભાઈ દુબરીયા, મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગના વડા ડૉ. સંજયભાઈ શાહ, ટંકારા તાલુકા વિકાસ અધિકારી ગૌતમભાઈ ભીમાણી, તાલુકા પંચાયતના સભ્ય મનુબેન ભાવેશભાઈ મુંધવા, પંકજભાઈ ગજેરા, મીતાણા સી.આર.સી.કોડીનેટર કૌશિકભાઈ પટેલ, ગામના સરપંચ કોમલબેન રસિકભાઈ ભીમાણી વગેરે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, મહેમાનોનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય ભાવેશભાઈ સંઘાણીએ કર્યું અને વિદ્યાર્થીઓ દ્વારા મહેમાનોને પુસ્તક આપી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું,
આ કાર્યક્રમમાં આંગણવાડી,બાલવાટિકા અને ધોરણ-9 ના વિદ્યાર્થીઓને બેગ આપી પ્રવેશ કરાવ્યો હતો, ધોરણ-6 ની વિદ્યાર્થીની સારેસા પ્રિયાંશીએ અમૃત વચન રજૂ કર્યું હતું, જ્ઞાનસેતુ, જ્ઞાન સાધના, પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા તથા NMMS ની પરીક્ષા પાસ કરનાર અને મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, આ પ્રસંગે ડૉ. સંજયભાઈ શાહ અને તાલુકા વિકાસ અધિકારી ગૌતમભાઈ ભીમાણીએ પ્રાસંગિક ઉદબોધન કરી વિદ્યાર્થીઓની અભ્યાસ બાબતે પ્રેરણા પૂરી પાડી હતી,
બાલવાટિકાના તમામ બાળકોને ગામના સરપંચ કોમલબેન રસિકભાઈ ભીમાણી દ્વારા બેગ આપવામાં આવી હતી, બાલવાટિકાના વર્ગ શિક્ષક બહેન પીઠડીયા હીનાબેને તમામ બાળકોને બુક અને લેખન સામગ્રીની કીટ આપી હતી, આ કાર્યક્રમની આભારવિધિ અને સરકારની જુદી જુદી યોજના વિશેની વાત માધ્યમિક શાળાના બેહેન શ્વેતાબેને કરી હતી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ-7 ની વિદ્યાર્થીની રાઠોડ માન્યતા જીતુભાઈ અને ધોરણ-10 ના વિદ્યાર્થી ગણાવા રીકેસે કર્યું હતું, આ પ્રસંગે ગામના ગ્રામજનો, આરોગ્ય વિભાગના કર્મચારી, આંગણવાડી કાર્યકર, તલાટી મંત્રી, SMC અને SMDC ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, આ પ્રસંગને શાળાના શિક્ષક બહેનોએ ઉત્સાહ સાથે સફળ બનાવ્યો હતો.


