વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: વર્ષના કાર્ય દિવસ 249 અને 80 દિવસની રજા
ગુજરાત શિક્ષણ બોર્ડે વર્ષ 2025-26 માટે શાળાકીય પ્રવૃત્તિઓનું કેલેન્ડર જાહેર કર્યું છે. આ કેલેન્ડર મુજબ, ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં લેવામાં આવશે, જ્યારે બીજી શાળાકીય પરીક્ષાઓ જાન્યુઆરી 2026થી શરૂ થશે.
કેલેન્ડરની અન્ય મહત્વપૂર્ણ વિગતો નીચે મુજબ છે:
દિવાળી વેકેશન: 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી
પ્રથમ સત્ર: 9 જૂનથી 15 ઓક્ટોબર સુધી
પ્રથમ સત્રના કાર્ય દિવસ:- 105
દ્વિતીય સત્ર: 6 નવેમ્બરથી 3 મે સુધી
બીજા સત્રના કાર્ય દિવસ :- 144
કુલ રજાઓ: દિવાળી અને ઉનાળુ વેકેશન સહિત 80 દિવસ





