બ્રેકિંગ ન્યુઝ: પીપળીયા રાજ sbiના ખાતામાંથી 54 હજાર રૂપિયા ઉપડી જતા લોકો પૈસા ઉપાડવા દોડી ગયા.

વાંકાનેર: વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે આવેલી sbi ની શાખામાંથી બેંકના ખાતેદારના ખાતામાંથી પૈસા ઉપડી જતા અને આ સમાચાર સોશિયલ મીડિયામાં ફેલાતા લોકો એસબીઆઇની શાખામાં પૈસા ઉપાડવા ઉમટી પડ્યા છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામની sbi ની શાખામાંથી આ બેંકના બે ખાતેદારના ખાતામાંથી આશરે 54 હજાર જેટલી રકમ ઉપડી જતા આ લોકો બેંકમાં ગયા હતા અને રજૂઆત કરી હતી. આ પૈસા આધાર નંબર અને બાયોમેટ્રિક વડે ઉપડેલ છે તેવું જણવા મળેલ છે. આ સમાચાર ગામમાં વાયુ વેગે ફેલાઈ જતા sbi માં જે લોકોના ખાતા છે તેવો તેમના ખાતામાંથી પૈસા ઉપાડવા માટે ઉમટી પડ્યા હતા.

બેંક મેનેજર લોકોને સમજાવ્યા હતા અને મામલો થાળે પાડવા કોશિશ કરી હતી પરંતુ લોકો તેમના પૈસા નહીં ઉપડી જાય તેમને ગેરંટી શું? તેવા પ્રશ્નો કરી રહ્યા હતા. સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવા જણાવ્યું હતું. હાલમાં આ ગ્રામ્ય શાખા હોવાથી પૂરતા પૈસા ન હોય જેથી લોકો પૈસા ઉપાડવા માટે બેંકે જઈ રહ્યા છે. સ્ટાફ લોકોને સમજાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. જો બેંક તરફથી યોગ્ય ભરોસો નહીં આપવામાં આવે તો આ બેંકમાંથી ખાતેદારો પોતાની થાપણ ઉપાડી લેશે. ત્યારે સવાલ એ થાય છે કે પૈસાની સલામતી કયા? બેંકમાં પણ જોખમ, ઘરે પણ જોખમ તો પૈસા રાખવા ક્યાં ?

કપ્તાના વોટસએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://chat.whatsapp.com/FIiPCNdYZVSA2LMMYShRZH

આ સમાચારને શેર કરો