રજાના દિવસોમાં ઉતરાઈની કામગીરી પણ સદંતર બંધ રહેશે
વાંકાનેર : વાંકાનેર યાર્ડના તમામ દલાલો, વેપારીઓ, ખેડૂતો અને મજૂરોને યાર્ડના કામકાજ અંગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. સંવત્સરીની રજાને પગલે તા. 15 સપ્ટેમ્બર, મંગળવાર અને તા. 16 સપ્ટેમ્બર, બુધવારના રોજ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે.
પ્રસનોટમાં જણાવ્યા મુજબ સંવત્સરીની રજાના બે દિવસ દરમિયાન યાર્ડનું તમામ કામકાજ બંધ રાખવામાં આવશે. આથી યાર્ડ સાથે સંકળાયેલા તમામ દલાલ ભાઈઓ, વેપારી ભાઈઓ, ખેડૂત ભાઈઓ તથા મજૂર ભાઈઓએ આ અંગે નોંધ લેવા જણાવાયું છે.
ઉપરાંત, રજાના દિવસોમાં ઉતરાઈની કામગીરી પણ સદંતર બંધ રહેશે. યાર્ડ સાથે સંકળાયેલા તમામ સંબંધિતોએ રજાના દિવસોને ધ્યાનમાં રાખી પોતાની કામગીરીનું આયોજન કરવા અપીલ કરવામાં આવી છે.
