સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ યાર્ડમાં દિવાળીનું મીની વેકેશન…
હવે દિવાળી બસ આવી જ ગઈ છે..!! એવું સમજો અને આ દિવાળીનો આગમન થાય ત્યારે પહેલા જ સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં રજાઓ પડે છે. આ સળંગ રજાઓ હોય છે જેથી મીની વેકેશન જેવું થઈ જાય છે.
ચાલો તો જાણીએ વાંકાનેર મોરબી રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દિવાળીની રજા ક્યારથી શરૂ થશે અને ફરી પાછા ક્યારથી યાર્ડ ચાલુ થશે….
વાંકાનેર :
વાંકાનેર માર્કેટિંગ યાર્ડ તારીખ 18-10 2025 ને શનિવારથી બંધ થાશે અને તારીખ 26 10 2025 ને રવિવાર સુધી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે તારીખ 27-10-2025 ને સોમવારથી વાંકાનેર નું માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ ચાલુ થશે.
રાજકોટ :
રાજકોટનું માર્કેટિંગ યાર્ડમાં દિવાળીની રજા તારીખ 20-10-2025 ને સોમવારથી જ પડે છે પરંતુ તારીખ 19/10/2025 ને રવિવાર હોવાથી આમ રજાની શરૂઆત તા.19 ને રવિવારથી થશે જે તારીખ 23/10/2025ને ગુરુવાર સુધી રજા રહેશે તારીખ 24/10/2025 ને શુક્રવારથી રાજકોટનું માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ ચાલુ થશે.
ગોંડલ :
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પણ દિવાળી રજા તારીખ 20/10/2025 ને સોમવારથી થાય છે પરંતુ આગલા દિવસે તારીખ 19/10/2025ના રોજ રવિવાર હોવાથી રજાની શરૂઆત રવિવારથી થઈ જશે. જે તારીખ 26/10/2025ને રવિવાર સુધી રજા રહેશે અને તારીખ 27/10/2025ને સોમવારથી ગોંડલનું માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ ચાલુ થશે.
મોરબી :
મોરબી માર્કેટિંગ યાર્ડે હજુ સુધી દિવાળીની રજાની કોઈપણ માહિતી આપેલ નથી.
આમ સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટિંગ યાર્ડમાં ચાર થી આઠ દિવસ સુધી રજા રહે છે. જેથી કરીને ખેડૂત ભાઈઓએ પોતાની જણસી લઈને યાર્ડમાં વેચવા જતા પહેલા આ માહિતી પર એક નજર નાખી દેવી અને ત્યારબાદ જ જણસી લઈને જવું.

