વાંકાનેર

વાંકાનેરમાં પોલીસનો સપાટો: કરિયાણાની દુકાનમાંથી દારૂનો જથ્થો પકડાયો


વાંકાનેર: વાંકાનેર તાલુકા પોલીસે ગેરકાયદેસર દારૂના વેચાણ પર સપાટો બોલાવતા, સરતાનપર રોડ પર આવેલ એક કિરાણા સ્ટોરમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. દુકાન સંચાલક કરિયાણાની આડમાં છૂપી રીતે દારૂનો વેપલો ચલાવતો હતો, જોકે પોલીસના દરોડાની જાણ થતાં તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

તાલુકા પોલીસ ટીમને ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, સરતાનપર રોડ પરનું ‘અંકિત કિરાણા સ્ટોર જનરલ સ્ટોર ઍન્ડ કટલેરી’ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યું છે. ગઈકાલે સાંજે પોલીસે આ બાતમીને આધારે દુકાનમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. દુકાનની તલાશી લેતાં અંદરથી ભારતીય બનાવટની પરપ્રાંતિય વ્હીસ્કીની કુલ ૧૪ નંગ બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ. ૧૮,૨૦૦ થાય છે. પોલીસ પહોંચે તે પહેલા જ દુકાન સંચાલક આરોપી અશોકકુમાર સાધુપ્રસાદ પટેલ યાદવ નાસી છૂટ્યો હતો.
વાંકાનેર તાલુકા પોલીસે ફરાર આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને ૧૪ બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચારને શેર કરો