મોરબી: મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર રૂ.1 હજારની લાંચ લેતા ઝડપાયા
મોરબી : મોરબી સીટી મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર રૂ.1 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે. એસીબીના છટકામાં સર્કલ ઓફિસર રૂ.1 હજારની લાંચ લેતા આબાદ ઝડપાયા હોવાનું બહાર આવ્યું છે.મામલતદાર કચેરીમાં વારસાઈ એન્ટ્રી નોંધ માટે 1000ની લાંચ માંગી હતી.
આ બનાવની મળેલ માહિતી મુજબ મોરબી સીટી મામલતદાર ઓફીસમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા જુવાનસિંહ રતનસિંહ ખેર, ઉ.વ.૩૫ રૂ.1000ની લાંચ લેતા એંસીબીના છટકામાં આબાદ રીતે ઝડપાઇ ગયા હોવાનું માહિતી મળેલ છે. એક અરજદારે આ સર્કલ ઓફિસર સામે લાંચ માંગ્યાની એસીબીમાં ફરિયાદ કરી હતી.જેના આધારે એસીબીએ આજે છટકું ગોઠવીને સર્કલ ઓફિસરને લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધો હતો.
એ.સી.બી.ને હકિકત મળેલ કે, સીટી મામલતદાર કચેરીમાં વારસાઇ નોંધ પ્રમાણિત કરી આપવાના કામમાં ગેરકાયદેસર રીતે રૂ. ૧૦૦૦ થી ૨૦૦૦ સુધીની માંગણી કરી રકમ ન આપે તો યેનકેન પ્રકારે નોંધ કરતા નથી.જેથી આ બાબતે અરજદારે એસીબીની મદદ માંગતા છટકું ગોઠવવામાં આવ્યું હતું. તે દરમ્યાન સર્કલ ઓફિસરે અરજદારની વારસાઇ નોંધ કરવા માટે રૂા.૧,૦૦૦/-ની લાંચ સ્વીકારતા ઝડપાઇ ગયા હતા. આ અંગે એ.સી.બી. પો.સ્ટે.મોરબીના પોલીસ ઇન્સ્પેકટર પી.કે. ગઢવી વધુ તપાસ ચલાવી રહ્યા છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/DEu4hGaAFCkKgqPWw0goaT
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…