સૌરાષ્ટ્ર

રાજકોટમાં સમૂહલગ્નના નામે છેતરપિંડીનો મામલો, થયા અનેક મોટા ખુલાસા

રાજકોટના સમૂહલગ્નના આયોજકો ફરાર થવાના મામલે મોટો ખુલાસો થયો છે. વિગતો મુજબ મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા 2 મહિનાથી ઉઘરાણી કરતો હતો. આ વ્યક્તિએ પરિચિતો-દાતાઓ પાસેથી સમૂહલગ્નના નામે ઉઘરાણી કરી હતી. આ સાથે લંડનના એક દાતાએ 15 લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી હોવાનું પણ સામે આવ્યું છે તો અન્ય દાતાઓએ 6 લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી હતી. અત્યાર સુધીની માહિતી પ્રમાણે આયોજકોએ સમૂહલગ્નના નામે 43.37 લાખ રૂપિયા ઉઘરાવ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે 3 આરોપીને પકડ્યા છે તો હજુ મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા સહિત 3 આરોપી ફરાર છે.

રાજકોટમાં સમૂહ લગ્નના ઠગ પોલીસ સકંજામાં આવી ગયા છે. પોલીસે ફરાર આયોજકોની અટકાયત કરી છે. આરોપી દિલીપ ગોહિલ, દીપક હીરાણી અને મનીષ વિઠ્ઠલાપરાની પોલીસે અટકાયત કરી છે. જોકે મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા ફરાર છે. આ તરફ હવે નવો ખુલાસો સામે આવ્યો છે કે, મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલા 2 મહિનાથી ઉઘરાણી કરતો હતો. આ સાથે આયોજકોએ સમૂહલગ્નના નામે 43.37 લાખ રૂપિયા ઉઘરાવ્યા હતા. રજીસ્ટ્રેશનના નામે વર-કન્યા પક્ષ પાસે 15 હજાર રૂપિયા ઉઘરાવ્યા તો લગ્નમાં આવનાર દરેક લોકો પાસે વ્યક્તિ દીઠ 100 રૂપિયા ઉઘરાવ્યા હતા.

આરોપીઓ વિરૂદ્ધ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાશે.આપને જણાવીએ કે, પ્રદ્યુમનનગર પોલીસની મંજૂરી વગર સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. ઋષિવંશી સમાજના સમૂહ લગ્નની મંજૂરી લેવાઈ ન હોવાનું પણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે આરોપીઓના ઘરે અને દુકાન પર તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો