સામખિયાળી ચોકડી પર ટ્રક,ટ્રેલર,કાર અને બોલેરો ચાર વાહનોનો વચ્ચે થયો ગંભીર અકસ્માત.
સામખિયાળી જંક્શન પર આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ચાર રસ્તા પર એક ટ્રક અચાનક ઊભો રહી જતાં પાછળથી આવતું ટ્રેલર અથડાયું હતું. આ દરમિયાન એક કાર અને બોલેરો જીપ પણ આ વાહનો સાથે ધડાકાભેર અથડાયા હતા. અકસ્માતની તીવ્રતા એટલી હતી કે તમામ વાહનો એકબીજા સાથે ગૂંચવાઈ ગયા હતા. ટ્રેલરનો ચાલક વાહનમાં ફસાઈ ગયો હતો. હાઈવે પેટ્રોલિંગની ટીમે ક્રેનની મદદથી વાહનોને છૂટા પાડી ચાલકને બહાર કાઢ્યો હતો. ઈજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માતને કારણે હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. વાહનોને દૂર કરાયા બાદ ટ્રાફિક પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી. ઘટનાના પગલે હાઈવે પર લોકોની ભીડ જામી હતી.

