આજે ચંદ્રપુર ગામના ‘મોજીલા માણસ’ સલીમ પિંડારનો જન્મદિવસ
આજે વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના ખૂબ જ ‘મોજીલા માણસ’ સલીમભાઈ ભીંડાનો જન્મદિવસ છે.
સલીમભાઈ પિંડાર મૂળ તો ખેડૂત પુત્ર એટલે ખેતી કરે પણ સાઈડમાં લગ્નની સિઝનમાં કુલર ભાડે પણ આપે… પણ સ્વભાવે ખૂબ મળતાવળા માણસ, બસ સદાય મોજમાં રહેવાનું અને લોકોને મોજમાં રાખવાના…. કોઈની સાથે માત્ર બે-પાંચ મિનિટ મળે એટલે જાણે કે જન્મો જન્મનો નાતો હોય એવો સંબંધ બાંધી લે… એમના સ્વભાવમાં કોઈની સાથે ન જામે એવું તો બને જ નહીં. ડોક્ટરો, વકીલો સરકારી કર્મચારીઓ અને નેતાઓ સાથે ખૂબ સારો નાતો અને આ બધા લોકો પણ સલીમને નામ જોગ ઓળખે… !! અને પ્રેમ પણ કરે…!!

કંઈક સારું કરવાનો સલીમનો સ્વભાવ… તો શું કરવું ? એમને જોયું કે લોકો વીજળી (લાઈટ)ની બાબતમાં થોડા હેરાન પરેશાન થઈ રહ્યા છે, તો તેમને ચંદ્રપુર અર્બન નામનું એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું અને સતત પીજીવીસીએલના કર્મચારી સાથે સંપર્કમાં રહીને ચંદ્રપુર ગામમાં લાઈટ બાબતમાં ખૂબ જ સક્રિય…. લાઈટ ગઈ હોય તો તરત જ ફોન કરીને પૂછે અને એ માહિતી ગ્રુપમાં શેર કરે…. કયાય વીજ લાઈનમાં નડતરરૂપ કોઈ ચીજ વસ્તુ હોય તો હટાવે pgvcl નું ધ્યાન પણ દોરે… આ બધું કરવામાં તેમને કોઈ આળસ નહીં, કોઈ થકાવટ નહીં, બસ મોજથી કરે… એટલે જ તો કહે છે કે સલીમ એટલે ચંદ્રપુર નો ‘મોજીલો માણસ’
આજે આ ચંદ્રપુરના ‘મોજીલા માણસ’નો જન્મદિવસ હોય ત્યારે માત્ર ચંદ્રપુર ગામના જ લોકો નહીં પણ તાલુકાભરના તેમના ખૂબ ચાહક વર્ગ અને મિત્ર વર્તુળમાંથી તેમના મોબાઈલ નંબર 91735 87239 પર જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે.
સલીમ પિંડારને કપ્તાન ગ્રુપ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…. Happy Birthday
વાંકાનેર તાલુકા અને મોરબી જિલ્લા સાથે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના મહત્વના સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા માટે કપ્તાન ન્યુઝના વોટસએપ ગ્રુપમાં જોડાવો…
કપ્તાના વોટસએપ ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…
https://chat.whatsapp.com/E2GhgU5SvssHzoL7ypCujd

