skip to content

સજનપર: વાડીએ ઓરડીમાં ચાલતા જુગારધામમાં રૂ.૯.૫૬ લાખના મુદામાલ સાથે ૭ પકડાયા.

ટંકારા તાલુકાના સજનપર ગામે ટંકારા પોલીસે ચોક્કસ બાતમીને આધારે વાડીએ ઓરડીમાં દરોડો પાડીને ૭ શખ્સોની જુગાર રમત રંગે હાથ ધરપકડ કરીને રૂપિયા ૯.૫૬ લાખનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની મળેલી માહિતી મુજબ ટંકારા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, સજનપર ગામે ગીરધરભાઇની કુંડલ તરીકે ઓળખાતી વાડીની ઓરડીમાં આરોપી રાજેશભાઇ ભગવાનજીભાઇ સીણોજીયા જુગાર રમવા બહારથી ખેલીઓને બોલાવી નાલ ઉઘરાવી જુગારધામ ચલાવે છે. જેથી પોલીસે ઘટના સ્થળે દરોડા પાડયા હતા.

જ્યાં આરોપી રાજેશભાઇ ભગવાનજીભાઇ સીણોજીયા, અશ્વીનભાઇ અરજણભાઇ સીણોજીયા,ભાવેશભાઇ બાલુભાઇ સીતાપરા, દિવ્યેશભાઇ મનહરલાલ આદ્રોજા, મહેન્દ્રભાઇ હસમુખભાઇ જીવાણી, પ્રવિણભાઇ ખીમજીભાઇ ગામી અને રમેશભાઇ સવજીભાઇ રૈયાણી તીનપતીનો જુગાર રમતા રંગે હાથ મળી આવ્યા હતા. આ દરોડામાં પોલીસે મોબાઇલ ફોન નંગ-૪ કિમત રૂપિયા ૧૧,૦૦૦, રૂપિયા ૭,૦૦,૦૦૦ની હોન્ડા સીટી કાર જી.જે.-૩- એમ.એલ.-૭૯૮૯ અને રોકડ રૂપિયા ૨,૪૫,૦૦૦ સહિત કુલ રૂપિયા રૂ. ૯,૫૬,૦૦૦ના મુદામાલ સાથે તમામની ધરપકડ કરીને જુગાર ધારા કલમ ૪-૫ મુજબ ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો