Placeholder canvas

સાયલા: આઇસરમાંથી 20.69 લાખનો દારૂ પકડાયો

કુલ બે વાહન સહિત 35.33 લાખનો મુદામાલ જપ્ત : બુટલેગરો ભાગી ગયા..

સાયલા તાલુકાના ગોસળ ગામની સીમમાંથી આઇસરકારમાંથી રૂા.20.69 લાખનો દારૂ સુરેન્દ્રનગર એલસીબીએ પકડી પાડયો છે. સાયલા તાલુકાના ગોસળ ગામની સીમ, ખારા તરીકે ઓળખાતા સીમ વિસ્તારમાં આવેલ ભીમાભાઇ ભરવાડ રહે વખતપરનો ખેતરનો શેઢો પાસે આવેલ પડતર ખરાબાની જગ્યામાં એક કોફી કલરના ટાટા કંપનીની 1412 સીઆરએફ મોડલની આઇસર ગાડી રજી. નં. જી.જે.-11-ટીટી-8817માંથી ગે.કા.પરપ્રાંતિય વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારી વિદેશી દારૂનું કટીંગ કરવાની પ્રવૃતિ ચાલુ હતી.

આ જગ્યાએ રેઇડ કરતા આઇસર ગાડી રજી. નં. જી.જે.-11-ટીટી 8817માં ભુસુ ભરેલ સફેદ કલરની મીણીયાની થેલીઓના કવરીંગની આડમાં (1) મુનવોક પ્રીમીયમ એપલ વોડકા 750 મીલીની બોટલો નંગ-3732 કી.રૂા.11,19,600/- તથા (2) મેકડોવેલ્સ નં.1 સુપેરીયર વ્હિસ્કી 750 મીલીની કંપની શીલબંધ બોટલો નંગ-1764 કી.રૂ.6,61,500/- તેમજ સફેદ કલરની મહેન્દ્રા કંપનીની પીકઅપ યુટીલીટી બોલેરો મેક્ષીટ્રક પ્લસ રજી. નંબર વગરની (1) મુનવોક પ્રીમીયમ એપલ વોડકા 750 મીલીની કંપની શીલબંધ બોટલો નંગ-960 કી.રૂા.288,000/- મળી કુલ બોટલો નંગ-6456 કી.મ.20,69,100/- નો મુદ્દામાલ મળી આવેલ હતો.

ટાટા આઇસર કી.રૂા.10,00,000/- તથા યુટીલીટી બોલેરો પીકઅપ કી.રૂા.3,00,000/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂમ.33,69,100/- નો મુદામાલ મળ્યો હતો. પણ આરોપીઓ હાજર નહી મળી આવતા સાયલા પો.સ્ટે. ખાતે ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરો