Placeholder canvas

આજે પત્રકાર અયુબ માથકીઆના પુત્ર સૈફ માથકીઆનો જન્મદિવસ.

આજે કપ્તાનના તંત્રી અને પ્રેસ કલબ ઓફ વાંકાનેરના પ્રમુખ અયુબ માથાકીઆના પુત્ર સૈફ માથાકીઆનો જન્મદિવસ છે.

સૈફ માથકીઆ વાંકાનેરનો ફૂટબોલ ટેનિસ અને ફૂટબોલનો ખેલાડી છે, તેમને ફૂટબોલ ટેનિસ અને ફૂટબોલ રાષ્ટ્રીય કક્ષા સુધી રમીને વાંકાનેરને ગૌરવ અપાવ્યું છે. સૈફ માથકિઆ એ વાંકાનેરનો પ્રથમ એવો ખેલાડી છે જે નેશનલ કક્ષા સુધી પહોંચીને મેડલ જીતી આવ્યો. સૈફ ફૂટબોલ ટેનિસ રમતમાં નેશનલ કક્ષાએ બે વખત સિલ્વર મેડલ અને એક વખત બ્રોન્ઝમેડલ જીતેલ છે. જેમને KGથી 12 સુધી વાંકાનેરની નિર્મલા કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. જ્યારે રાજકોટની હરિવંદના કોલેજમાં બીકોમ કરેલ છે. હાલ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં એલએલબી કરી રહયો છે. તેઓએ બીકોમ દરમિયાન કોલેજની ટીમમાંથી ફૂટબોલ રમતા હતા અને સતત ત્રણ વર્ષ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચેમ્પિયન થઈને સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી તરફથી રમ્યા હતા.

આજે સૈફને તેમના સ્પોર્ટના સાથીઓ, સ્કૂલ કોલેજના મિત્રો, સર અને કોચ તેમજ સાગા-સંબંધીઓ, સ્નેહીઓ, શુભેચ્છકો અને પરિવાર તરફથી જન્મદિવસની શુભેચ્છા તેમના મોબાઈલ નં. 99044 30003 પર પાઠવી રહયા છે.

કપ્તાન પરિવાર અને કપ્તાન ગ્રૂપ તરફથી સૈફને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા…

આ સમાચારને શેર કરો