દેશ-દુનિયા

સૈફ અલી ખાન પર છરીથી હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ…

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે. આ પછી તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ઘરમાં ઘૂસેલા ચોરે તેના પર છરી વડે હુમલો કર્યો.

બુધવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી કરીના કપૂરના બાંદ્રા વેસ્ટ સ્થિત ઘરમાં મોટી ચોરી થઈ હતી. ચોરી દરમિયાન સૈફ અલી ખાન પર પણ છરીથી હુમલો કરવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યું કે સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને સામાન્ય ઈજાઓ થઈ હતી. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે તેને પહેલા છરી વાગી હતી કે ચોર સાથેની ઝપાઝપીમાં તે ઘાયલ થયો હતો. મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ બંને આ મામલાની તપાસ કરી રહ્યા છે.

આ સમાચારને શેર કરો