Placeholder canvas

ટંકારા: બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા લી.માં મજુરો માટેની સુવિધાની ચકાસણી કરતા એસ.પી.

જીલ્લા પોલીસ વડા ટંકારા બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા લી.ની વિઝિટ કરી મજુરોની સંખ્યા, પગાર, સ્વાસ્થ્ય તથા પ્રાથમિક સુવિધાની ચકાસણી કરી પોલીસ મથકની ચકાસણી દરમિયાન લિધી મુલાકાત

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ આજ રોજ ટંકારા થાણાની રૂટીન ચકાસણી અર્થે આવ્યા બાદ ટંકારાની બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા લી. સહિતના એકમોની વિઝિટ કરી કરી હતી. જેમાં મજુરો, પગાર, સ્વાસ્થ્ય અને પ્રાથમિક સુવિધા અંગે સઘન ચકાસણી કરી હતી.

આજે ટંકારાના લખધીરગઢ રોડ ઉપર આવેલ બાલાજી પેક પ્લાસ્ટિક પ્રા લી. કંપની ખાતે IPS રાહુલ ત્રિપાઠી સાહેબે સ્વચ્છતા અને પર્યાવરણ લગત ફેક્ટરીના અભિગમની સરાહના કરી હતી. ઉપરાંત મશીનરીની કામગીરી, મજૂરો માટે રહેવા જમવા અને પ્રાથમિક સુવિધા સહિતની ઝીણવટભરી માહીતી મેળવી હતી. આ તકે ટંકારા પિએઆઈ એચ આર હેરભા સહીતના પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા. તેમજ આ ફેક્ટરી માલિક જગદીશ પનારાએ તેમની કંપીનીમાં સુવિધા અંગે અધિકારીને વાકેફ કર્યા હતા.

આ સમાચારને શેર કરો