Placeholder canvas

આજે ‘સીવીલના સેવક’ ઋષિરાજસિંહ ઝાલાનો જન્મદિવસ

વાંકાનેર: આજે આરોગ્ય સમિતિના સભ્ય, વાંકાનેર યુવા ભાજપના ઉપપ્રમુખ અને સિવિલ હોસ્પિટલના ‘સેવક’ એવા ઋષિરાજસિંહ ઝાલાનો જન્મદિવસ છે.

ઋષિરાજસિંહ ઝાલા આરોગ્ય સમિતિના સભ્યો છે અને વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર શરૂ કરાવવા માટે તેમનું ખૂબ મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. આજે વાંકાનેરનું ડાયાલિસિસ સેન્ટર ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે, જ્યા દર મહિને 500 થી વધુ લોકોનું ડાયાલિસિસ કરવામાં આવે છે. વાંકાનેરનું ડાયાલિસિસ સેન્ટર એ મોરબી જિલ્લાનું સૌથી વધુ કાર્યરત અને સુવિધા યુક્ત સેન્ટર સાથે પ્રથમ નંબરનું સેન્ટર બની ગયું છે.

વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં આ ટીમ ડાયાલિસિસ સેન્ટર ઉપરાંત ફિઝિયોથેરાપી સેન્ટર પણ લઈ આવ્યા છે. જે ટૂંક સમયમાં જ શરૂ થશે. આ ઉપરાંત વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં કોઈપણ દાખલ દર્દીઓને લોહીની જરૂર પડે તો તેઓને વિનામૂલ્ય રક્ત આપવાની સેવાકીય પ્રવૃત્તિ તાજેતરમાં તેઓ અને તેમની ટીમ એ સાથે મળીને શરૂ કરી છે.

વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ કાઢવાની કામગીરી પણ સુપેર રીતે ચાલી રહી છે, અત્યાર સુધીમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલમાંથી 15,000 થી વધુ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે. આ માટે તેમની ટીમ સતત સક્રિય રહીને લોકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપે છે.

સિવિલ હોસ્પિટલમાં આ ચાલતી સરસ કામગીરીમાં સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન, મેડિકલ ઓફિસર , તમામ સ્ટાફ, આરોગ્ય મિત્રો વગેરે ઋષિરાજસિંહ સાથે ખંભે ખમ્ભો મિલાવીને લોકોને સારી સુવિધા મળે તે માટે પ્રયત્નો કરી રહી છે. આમ વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ અને આયુષ્યમાન કાર્ડની ખુબ સરસ કામગીરી થાય છે, તે સારી ભાવના સાથે થતું ટીમ વર્કનું ઉત્તમ ઉદાહરણ છે.

આજે ઋષિરાજસિંહ ઝાલાનો જન્મદિવસ હોય ત્યારે ડાયાબીસી સેન્ટર, આયુષ્યમાન કાર્ડ વિભાગ અને હોસ્પિટલના સ્ટાફમાં ખૂબ આનંદ જોવા મળે છે અને ઋષિરાજસિંહનો જન્મદિવસ હોસ્પિટલના સ્ટાફ અને કાર્યકરો દ્વારા કેક મંગાવીને ઋષિરાજસિંહના હાથે કેક કાપીને ઉજવવામાં આવ્યો હતો. ત્યારે ખૂબ આનંદ અને ખુશીનું વાતાવરણ હતું. સિવિલ હોસ્પિટલના ડોક્ટર પેરામેડિકલ સ્ટાફ અને સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલા તમામ લોકો અને ખાસ કરીને ઇલમુદિન દેકાવડીયાએ ઋષિરાજસિંહને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

કપ્તાન ગ્રુપ તરફથી ઋષિરાજસિંહ ઝાલા ની જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ

આ સમાચારને શેર કરો