મેડિકલમાં પ્રવેશ મેળવવા લેવામાં આવતી NEET-2025 ની પરિક્ષામાં રોયલ એકેડમી, રાજકોટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ વર્ષે RE-NEETનું Highest Result મેળવી ભવ્ય સફળતાની હારમાળા સર્જી છે.
દર વર્ષે વાંકાનેર પંથકમાંથી અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓએ આ વર્ષે પોતાનું અને પોતાના પરિવારનું તો સપનું સાકાર કર્યું જ છે સાથે સાથે રોયલ એકેડમી અને વાંકાનેર પંથકનું પણ નામ રોશન કર્યું છે. એકેડમીના પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓએ અનુક્રમે 573, 563 અને 555 માકર્સ પ્રાપ્ત કર્યા છે.
(માત્ર વાંકાનેર/ મોરબીના વિદ્યાર્થીઓએ RENEET માં મેળવેલ પરિણામ)
માત્ર 75 વિદ્યાર્થીઓની બેચમાંથી 3 વિદ્યાર્થીઓ 550 થી વધુ 13 વિદ્યાર્થીઓ 500 થી વધુ માકર્સ મેળવ્યા છે. આમાં 528 માકર્સ મેળવતા ફરાઝ શેરસિયા (જોઘપર), 525 માકર્સ સાથે સફીર બાદી (કણકોટ), 512 માકર્સ ખુશાબહુસેન કડિવાર (અરણીટીંબા), 507 માકર્સ સાથે માહિર શેરસિયા (પીપળીયારાજ), 505 માકર્સ સાથે ઝૈદ માથકિયા (વાંકાનેર), 497 માકર્સ સાથે અરમાન માથકિયા (વઘાસિયા) ના પરિણામ વાંકાનેર પંથકમાં નોંધનીય છે. જયારે ટંકારા/મોરબીમાં 555 માકર્સ સાથે પ્રીન્સ બારૈયા, 536 માકર્સ સાથે રિતેન કોરીંગા તથા 500 માકર્સ સાથે મયુર ચૌહાણ ના પરિણામ ઉત્કૃષ્ટ રહ્યા.
Royal Academy માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાંથી વાંકાનેર પંથકમાં 500 થી વધુ માકર્સ મેળવતા વિદ્યાર્થીઓએ સફળતાનો એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. આ સીમા ચિન્હ અમારા વિદ્યાર્થીઓની સખત મહેનત, માતાપિતાની અતૂટ સમર્થન અને અમારા સમર્પિત ફેકલ્ટીની પ્રતિબદ્વતાને પ્રતિબિંબીત કરે છે. અમારા બધા વિદ્યાર્થીઓની સિદ્વિઓને અભિનંદન. તમે અમને ગર્વ અપાવ્યો છે…