Placeholder canvas

વાંકાનેર: ચંદ્રપુરમાં ઘરફોડ ચોરી કરનાર રીઢો તસ્કર ઝડપાયો

મોરબી : વાંકાનેરના ચંદ્રપુર ગામે ચારેક માસ પહેલા રહેણાંક મકાનમાંથી થયેલ સોના-ચાંદીના દાગીના, રોકડ રકમની થયેલ ચોરીના ગુનાનો ભેદ એલસીબીએ ઉકેલી નાખી સોનાના દાગીના તથા રોકડ રકમ, ચોરી કરવાના સાધનો મળી કુલ રૂ. ૫૬૭૨૦ ના મુદામાલ સાથે એક રીઢા આરોપીને ઝડપી લીધો છે. જો કે આ ઘરફોડ ચોરીના ગુનામાં હજુ બે આરોપીઓ પોલીસની પકડથી દૂર રહ્યા છે.

વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે એક ઇસમ કે જે અગાઉ નડીયાદ ખાતે સને ર૦૧૨ ના વર્ષમાં થયેલ જવેલસની એક કરોડની ચોરીના ગુનામાં પકડાયેલ અને સજા થયેલ તેમજ ચેઇન સ્નેચીંગ ઘરફોડ, વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ નામચીન ગુનેગાર કોઇ ગુનો કરવાના ઇરાદે આટાફેરા કરતો હોવાની મળેલ હકિકત આધારે વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે તપાસ કરતા શંકાસ્પદ ઇસમ મળી આવેલ હતો

આરોપી દિલીપ ઉર્ફે મનોજ મંગળભાઇ ઝાલા (ઉ.વ.૩૬ રહે.મુળ છીપડી તા કઠલાલ જિ. ખેડા હાલ રહે. ઓઢવ, ફાયર સ્ટેશનની સામે, રબારી કોલોની, અમદાવાદ)ની પુછપરછ કરતાં પોતે તથા પોતાના સાગરીતો સાથે મળી ચારેક માસ પહેલા વાંકાનેર ચંદ્રપુર ખાતે આવેલ રહેણાંક મકાનના દરવાજાના તાળા નકુચા તોડી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી. આથી પોલીસે કુલ ૧.૫૬૭૨૦ નો મુદામાલ કબજે કરી ઘરફોડ ચોરીના ભેદ ઉકેલી આગળની કાર્યવાહી અર્થે આરોપીને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. ઘરફોડ ચોરીના બનાવમાં આરોપીના સાગરીતો વિષ્ણુ ઉર્ફે રાજુ દલપતભાઇ સોઢાપરમાર (રહે શણાલી, તા.મહુધા, જી.ખેડા) તથા વિષ્ણુ ઉર્ફે રાજુ નો મિત્ર લાલોના નામ ખુલ્યા છે.

દરમિયાન પકડાયેલ આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ સામે આવ્યો છે. જેમા પકડાયેલ આરોપી તથા નહિ પકડાયેલ આરોપી વિષ્ણુ ઉર્ફે રાજુ દલપતભાઇ સોઢા પરમાર તથા અન્ય આરોપીઓએ સાથે મળી નડીયાદ કઠલાલ મોરબી તાલુકા અમદાવાદ મણીનગર, નારણપુરા વિસ્તારમાં ચેઇન સ્નેચીંગ બંધ મકાન, દુકાન, ઓફીસના દરવાજા, શટરના તાળા નકુચા તોડી ઘરફોડ ચોરી તેમજ મોટરસાયકલ ચોરીઓ કરવાના ગુનાઓમાં સંડોવાયેલછે. જેમાં નડીયાદ ટાઉન ખાતે સને-૨૦૧૨ ના વર્ષમાં કમલા જવેલર્સ નામની દુકાનના શટર તોડી દુકાનમાં રાખેલ તીજોરીની ચોરી કરી તેમા રાખેલ સોના ચાંદી તથા રોકડ રકમ મળી એક કરોડ રૂપિયાની ચોરી કરેલ છે.

એ ગુનામાં મજકુરને કોર્ટ તરફથી સજા કરવામાં આવેલ છે. તેમજ છેલ્લા બે માસ દરમ્યાન સુરેન્દ્રનગર, જોરાવરનગર, વઢવાણ તથા બોટાદ ટાઉન વિસ્તારમાં ઘરફોડ ચોરીઓ કરેલ હોવાની કબુલાત આપેલ છે. આ ઉપરાંત પકડાયેલ આરોપી અગાઉ સાગરીતો સાથે મળી મોટરસાયકલ ઉપર સવાર થઇ રાહદારી સ્ત્રીઓના ગળામાં પહેરેલ ચેઇન તોડવાની તેમજ રેકી કરી બંધ રહેણાંક મકાન દુકાન ઓફીસના દરવાજા, શટરના તાળા નકુચા ગણેશીયા, ડિસમીસ નો ઉપયોગ કરી તોડી ઘરફોડ ચોરીઓ કરવાની ટેવ છે.

આ સમાચારને શેર કરો