સૌરાષ્ટ્ર

રાજકોટ: વેજાગામ વાજડીગઢ ગામે રોડનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે ખાતમુહૂર્ત

વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં વેજાગામ વાજડીગઢ ગામ ખાતે રોડનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્તમાં રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, રાજકોટ જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદર પણ જોડાયા હતા.

આ પ્રસંગે, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા, રાજકોટ જિલ્લા પંચાયતના બેડી-૩ સદસ્ય પ્રતિનિધિ રાજાભાઈ ચાવડા(૧૦૮), રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ કેયૂરભાઈ ઢોલરિયા,તાલુકા પંચાયત સદસ્ય વિક્રમભાઈ હુંબલ, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી દેવભાઈ કોરડીયા, તાલુકા ભાજપ મંત્રી રીટાબેન વાડેચા, વાજડીગઢ ના સરપંચ ભુપેન્દ્રસિંહ જાડેજા, વેજાગામના આગેવાન જયદેવસિંહ જાડેજા, તાલુકા ભાજપ કિશાન મોરચા પદુભા ચુડાસમા, બક્ષિપંચ મોરચાના મંત્રી ધનરાજ ડોડીયા, ભાનુભાઇ ડાંગર તથા વાજડીગઢના આગેવાનો કિશોરભાઈ, દેવાયતભાઈ, ગોવિંદભાઈ, નાગજીભાઈ તથા વેજાગામના આગેવાનો ચંદુભાઈ, ઘેલાભાઇ, દેવાભાઈ, કિશોરસિંહ, જયદેવસિંહ, લાલાભાઇ, લાલજીભાઈ તથા આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અને આજુબાજુ ગ્રામજનો દ્વારા રાજય સરકાર અને ભાજપ સંગઠન અને વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ સમાચારને શેર કરો