વાંકાનેર

વાંકાનેર: આવતી કાલે માર્કેટચોકથી-પતાળેશ્વર મહાદેવ મંદિરવાળો રસ્તો બપોરે 12 વાગ્યાથી ભારે વાહનો માટે બંધ રહેશે…

વાંકાનેર: આવતી કાલે હોલિકા દહન પર્વ નિમિતે પ્રતાપચોક ગરબી મંડળ દ્વારા પતાડેશ્વર મહાદેવ મંદિર તરફથી માર્કેટચોક જતા રસ્તે 72 વર્ષથી હોળી નું આયોજન કરવામાં આવે છે જે નિમિતે આવતીકાલે બપોરે 12 વાગ્યાથી મોડી રાત્રે સુધી ભારે વાહનો માટે આ રસ્તો બંધ રહેશે.

હોળીના પર્વ નિમિત્તે આ રસ્તો બંધ રહેવાનો હોવાથી રાતીદેવળી તરફથી આવતા ભારે વાહનોએ સ્ટેચ્યુ તરફના રસ્તા પરથી પસાર થવાનું રહેશે તેમજ વાંકાનેર થી રાતીદેવળી તરફ જતા ભારે વાહનોએ માર્કેટચોકથી સ્ટેચ્યુ પાસે થઈને રાતી દેવળી તરફ જવાનું રહેશે. જેમની લાગતા વળગતાએ નોંધ લેવી.

આ સમાચારને શેર કરો