Placeholder canvas

રિબડા રેલવે સ્ટેશને એક સાથે 11 ગૌમાતાઓ ટ્રેન હડબેઠ આવી ગઈ, 6 ગયોના મોત…

રાજકોટ જિલ્લાના રિબડા રેલવે સ્ટેશને એક સાથે 11 ગૌમાતાઓ ટ્રેન હેઠળ કચડતા 6 ગૌ વંશના ઘટના સ્થળે જ મોત નિપજતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે. કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇનના નિષ્ણાંત તબીબોની ટીમ રેસ્ક્યું અને બચાવ કામગીરી માટે તાત્કાલીક રીબડા સ્ટેશન પહોંચી હતી. ધૂળેટીના પાવન પર્વે જ આવી કરુણ ઘટનાથી ગમગીની છવાઈ છે.

આપ બનાવની મળેલી માહિતી મુજબ આજરોજ રાજકોટ જિલ્લાના રીબડા ગામના રેલ્વે સ્ટેશન પાસે ટ્રેનની હડફેટે એક સાથે 11 – 11 ગૌમાતાઓ આવી જતા હાહાકાર મચી ગયો છે. જેમાં 6 ગૌ વંશ ત્યાં સ્થળ પર જ મૃત્યુ પામ્યા છે. ઘટનાની જાણ થતા જ શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇનના નિષ્ણાંત તબીબોની ટીમ રેસ્ક્યું અને બચાવ માટે તાત્કાલીક રીબડા સ્ટેશન પહોંચી ગઈ હતી. બચી ગયેલા 5 ગૌવંશને તાત્કાલીક સ્થળ પર જ સઘન સારવાર આપી બચાવી લેવામાં આવ્યા અને વધુ સારવાર માટે શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના એનિમલ શેલ્ટરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. હાલ આ પાંચેય ગૌવંશની તબિયત સુધારા પર છે. અને બચી ગયેલ છે.

રેલ્વે પ્લેટફોર્મ પર જ ચાર કલાક સુધી બચાવ કાર્ય અને સારવાર કાર્ય ચાલ્યુ રહ્યું હતું. જોકે આ દરમિયાન સામાન્ય માણસ જોઈ ન શકે તેવા દ્રશ્યો સર્જાયા હતા. ટ્રેન હેઠળ કપાયેલ ગૌ વંશના મૃતદેહો જોઈ ભલભલાના રૂંવાટા ઉભા થઇ જાય તેવી સ્થિતિનું નિર્માણ પામ્યું હતું.

આ સમાચારને શેર કરો