Placeholder canvas

માળિયા તાલુકા ‘આપ’ના પ્રમુખ તરીકે નિવૃત પોલીસ હીરાભાઈ કાનગડની વરણી

વિધાનસભા ચુંટણી જંગ જીતવા રાજકીય પક્ષો સંગઠન મજબુત બનાવવા કાર્યરત છે જેમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં વિકલ્પ બનવા માટે કમર કસી રહી છે અને સંગઠન મજબુત બનાવી રહી છે જેમાં માળિયા તાલુકા પ્રમુખ તરીકે નિવૃત પોલીસ કર્મચારીની વરણી કરવામાં આવી છે

મોરબી જીલ્લામાં પધારેલા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપડાની હાજરીમાં જીલ્લા પ્રભારી શિવાજી ડાંગર અને જીલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરિયાના માર્ગદર્શન હેઠળ માળિયા તાલુકાના જશાપર ગામના વતની અને નિવૃત પોલીસ કર્મચારી હીરાભાઈ નારસંગભાઈ કાનગડની માળિયા તાલુકા પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવી છે

આ સમાચારને શેર કરો