સરકારનો મહત્વનો નિર્ણય : હવે રેશનિંગની દુકાન બંધ રાખી શકાશે નહીં.
ગુજરાતના 73 લાખ NFSA (નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ) કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે રાશન લેવા જતી વખતે સસ્તી કરિયાણાની દુકાન બંધ જોવા મળશે નહીં. સસ્તા અનાજની દુકાનો બંધ કરવાની ફરિયાદો મળ્યા બાદ સરકારે આ નિર્ણય લીધો છે. આ નિર્ણયના લીધે ગુજરાતના 73 લાખથી પણ વધારે રેશનિંગ કાર્ડધારકોને રાહત મળી છે. રેશનિંગ કાર્ડની દુકાનો બંધ રહેતી હોવાની વ્યાપક ફરિયાદ મળ્યા પછી આ નિર્ણય લેવાયો છે.
સરકારી અધિકારીઓની જેમ હવે રાશન વિતરકોએ પણ તેમની ગેરહાજરીમાં ચાર્જ સંભાળવો પડશે. રાશન ડિસ્ટ્રીબ્યુટરે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવાની રહેશે. ડિસ્ટ્રીબ્યુટરની ગેરહાજરીમાં દુકાન કોણ ચલાવશે તે તંત્રએ જણાવવું પડશે.


