કોંગોથી આવેલ દર્દીને વાયરસનો ચેપ નહી હોવાનો આરોગ્ય મંત્રી દ્વારા સત્તાવાર જાહેરાત : લોકોને ગભરાટ કે ભય ન રાખવા અપીલ
દુનિયાભરમાં ભય સર્જનાર ઈબોલા વાયરસ અંગે ભારતમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે સમયે હાલમાં જ અમદાવાદ વિમાની મથકે આફ્રિકા દેશોમાંથી આવેલા 11 મુસાફરોને સાવચેતીના ભાગ રૂપે હોમ આઈસોલેશન કરવામાં આવ્યા હતા.
તેમાં કોંગોથી આવેલા એક મુસાફરને આ વાયરસનું સંક્રમણ થયુ હોવાના પ્રાથમીક સંકેત હતા આથી તેમનો ખાસ રીપોર્ટ કરવામાં આવ્યો હતો પરંતુ આ મુસાફરનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે અને તેથી જ ગુજરાતમાં હાલ ઈબોલા વાયરસના એક પણ કેસ કે શંકાસ્પદ દર્દી ન હોવાથી મોટી રાહત સર્જાય છે.
યુગોન્ડા, કોંગો અને સાઉથ સુદાનથી આવતા મુસાફરો માટે સ્ક્રીનીંગ અને કોરન્ટાઈન ફરજીયાત કરાયુ છે અને મુસાફરોને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવે છે અને તેમના જરૂરી ટેસ્ટ કરવામાં આવે છે.
જેમાં એક મુસાફરને પ્રાથમીક લક્ષણ જણાતા શંકાસ્પદ કેસ તરીકે તેને અલગ કરાયો હતો અને તેનો રીપોર્ટ આવી ગયો છે. રાજયના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ આ માહિતી આપતા જણાવ્યું કે કોંગોથી આવેલ શંકાસ્પદ દર્દીઓ રીપોર્ટ નેગેટીવ આવ્યો છે તેથી નાગરીકોએ કોઈપણ પ્રકારના ભય કે ગભરાટની જરૂર નથી. રાજય સરકારે આ વાયરસ સહિતના આરોગ્યની સુરક્ષા માટે તમામ વ્યવસ્થા કરી છે.

