કપાસના ખેડૂતો માટે મોટા સમાચાર : MSPનો લાભ લેવો હોય તો 31 ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન કરાવો

CCIની અપીલ : ‘કપાસ કિસાન’ મોબાઇલ એપ પર રજીસ્ટ્રેશન કરાવી લઘુત્તમ ટેકાના ભાવ હેઠળ કપાસ વેચાણનો લાભ મેળવો

રાજકોટ : કપાસની ચાલુ સીઝન 2026-27માં કપાસના ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) હેઠળ પોતાની ઉપજનો યોગ્ય ભાવ મળી રહે તે માટે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (CCI) દ્વારા ખેડૂતોને મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે.

CCI દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, MSP હેઠળ કપાસની ખરીદીનો લાભ મેળવવા ઇચ્છતા તમામ કપાસ ખેડૂતોએ તા. 01 સપ્ટેમ્બર 2026થી તા. 31 ઓક્ટોબર 2026 દરમિયાન ‘કપાસ કિસાન’ મોબાઇલ એપ્લિકેશન પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

‘કપાસ કિસાન’ મોબાઇલ એપ્લિકેશન પર રજીસ્ટ્રેશન કરાવવાથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) હેઠળ કપાસની ખરીદી સેવાઓ તેમજ સંબંધિત જરૂરી માહિતી મેળવવામાં સુવિધા રહેશે. આથી કપાસના ખેડૂતો માટે રજીસ્ટ્રેશન કરાવવું મહત્વપૂર્ણ બની રહેશે.

ખેડૂતોને ખરીદી કેન્દ્રો તથા લઘુત્તમ ટેકાના ભાવ (MSP) સંબંધિત માહિતી મેળવવા માટે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (CCI)ની વેબસાઇટની મુલાકાત લેવા અપીલ કરવામાં આવી છે.

રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં સહાય મેળવવા ઇચ્છતા ખેડૂતો માટે CCI દ્વારા WhatsApp હેલ્પલાઇન નંબર +91-9428588266 પણ જાહેર કરવામાં આવ્યો છે. ખેડૂતો આ નંબર પર સંપર્ક કરીને રજીસ્ટ્રેશન અંગે જરૂરી મદદ મેળવી શકે છે.

CCI દ્વારા તમામ કપાસ ખેડૂતોને નિર્ધારિત સમયગાળા દરમિયાન ‘કપાસ કિસાન’ મોબાઇલ એપ્લિકેશન પર રજીસ્ટ્રેશન કરાવી લઘુત્તમ ટેકાના ભાવ (MSP) હેઠળની કપાસ ખરીદી યોજનાનો સંપૂર્ણ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

ખેડૂતો માટે ખાસ નોંધ

‘કપાસ કિસાન’ એપ પર રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ : 31 ઓક્ટોબર, 2026

રજીસ્ટ્રેશન સમયગાળો : 01 સપ્ટેમ્બર, 2026થી 31 ઓક્ટોબર, 2026

રજીસ્ટ્રેશન માટે સહાય : WhatsApp હેલ્પલાઇન +91-9428588266

MSP સંબંધિત માહિતી : CCIની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ

કપાસના ખેડૂતો સમયસર રજીસ્ટ્રેશન કરાવીને MSP હેઠળ કપાસ વેચાણની ખરીદી યોજનાનો લાભ મેળવી શકે તે માટે CCI દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.

📌 જો આપ કપ્તાન ન્યૂઝના whatsapp ગ્રુપમાં જોડાવા ઇચ્છતા હો તો નીચેની લીંક પર ક્લિક કરીને જોડાઈ શકશો…👇

https://chat.whatsapp.com/6abGhd7Z16iCMPjNWACcKg?s=cl&p=a&mlu=0

આ સમાચાર શેર કરો

Follow Us on