વાંકાનેર: ઇકોમાં પેસેન્જર ભરવા બાબતે ત્રણ શખ્સોએ એક ના ટાંટીયા ભાંગી નાખ્યા…!

વાંકાનેર: જીનપરા જકાતનાકા પાસે, નેશનલ હાઇવે પર ઇકોમાં પેસેન્જર ભરવા બાબતે અગાઉ થયેલ માથાકુટનો ખાર રાખી ત્રણ શખ્સોએ મળી યુવાન પર હુમલો કરી બેફામ માર મારી ટાંટીયા ભાંગી નાંખવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં આ બનાવમાં અગાઉ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર શહેરના જીનપરામાં રહેતા ફરિયાદી ફેજલભાઈ હુશેનભાઈ પીપરવાડીયાએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી બાબુભાઇ સરૈયા અને બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી પોતાની ઇકો કારમાં જીનપરા જકાતનાકા ખાતે પેસેન્જરની રાહમાં બેઠો હોય ત્યારે, ઉપરોક્ત ત્રણેય આરોપીઓ ત્યાં આવી અગાઉ ઇકો કારમાં પેસેન્જર ભરવા બાબતે ‌થયેલ માથાકુટનો ખાર રાખી કુંડલિવાળી લાકડી તથા છરી વડે હુમલો કરી બેફામ માર મારી, ઈજાઓ પહોંચાડી બંને પગ ભાંગી નાખ્યા હતા, જેથી આ બનાવમાં પોલીસે ત્રણેય આરોપીઓ સામે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૧૧૪ તથા જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે….

આ સમાચારને શેર કરો