ગુજરાતશૈક્ષણિક

રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ‘જ્ઞાન સહાયક’ની ભરતી પ્રક્રિયા શરૂ…


ગાંધીનગર: સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્યની સરકારી તથા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 11 માસના કરાર આધારિત ‘જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)’ની ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

જાહેરાત મુજબ માધ્યમિક વિભાગ માટે માસિક રૂ. 24,000 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે માસિક રૂ. 26,000નું મહેનતાણું નક્કી કરવામાં આવ્યું છે. અરજી માટે મહત્તમ વયમર્યાદા અનુક્રમે 48 વર્ષ (માધ્યમિક) અને 50 વર્ષ (ઉચ્ચતર માધ્યમિક) રાખવામાં આવી છે.

આ ભરતી માટે ઉમેદવારે સંબંધિત વિભાગની લાયકાત સાથે TAT (માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક) પરીક્ષા પાસ કરેલી હોવી આવશ્યક છે. ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા પહેલાં ભરતી સંબંધિત સૂચનાઓ, લાયકાત, વયમર્યાદા અને જરૂરી દસ્તાવેજોની માહિતી ધ્યાનપૂર્વક વાંચવાની સૂચના આપવામાં આવી છે.

ઓનલાઈન અરજી 8 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 11:00 વાગ્યાથી શરૂ થશે અને 15 સપ્ટેમ્બર, 2025ના રોજ બપોરે 3:45 વાગ્યા સુધી કરી શકાશે. મેરિટ યાદી 18 સપ્ટેમ્બર, 2025ના રોજ જાહેર કરવામાં આવશે.
ત્યારબાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા દસ્તાવેજ ચકાસણી અને શાળા પસંદગીની પ્રક્રિયા 20 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર, 2025 દરમિયાન હાથ ધરવામાં આવશે.

ઉમેદવારો વધુ માહિતી અને ઓનલાઈન અરજી માટે https://gyansahayak.ssgujarat.org⁠� વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

આ સમાચારને શેર કરો