Placeholder canvas

રાજકોટ: જીલ્લા બેંકના ચેરમેનપદે જયેશ રાદડીયા રીપીટ…

બાકીના અઢી વર્ષની મુદત માટે બીનહરીફ નિયુક્તિ: વાઈસ ચેરમેન તરીકે મગન વડાવીયાને રીપીટ કરાયા

રાજકોટ : સહકારી બેંકોમાં મોખરાનું સ્થાન ધરાવનાર અને ઝીરો ટકા ધિરાણને દેશભરમાં પ્રચલિત કરનાર રાજકોટ જીલ્લા બેંકના ચેરમેનપદે જયેશ રાદડીયા રીપીટ થયા છે. વાઈસ ચેરમેન તરીકે મગન વડાવીયા પણ બીનહરીફ થયા હતા.

સહકારી કાયદા અંતર્ગત સહકારી સંસ્થાઓના હોદેદારોની મુદત અઢી વર્ષની છે. પાંચ વર્ષની ટર્મમાં દર અઢી વર્ષે હોદેદારોની ચૂંટણી કરવાનું ફરજીયાત છે. રાજકોટ જીલ્લાના સહકારી ક્ષેત્રમાં રાદડીયા જુથનું એકચક્રી શાસન છે. જીલ્લા બેંકના હોદેદારોની અઢી વર્ષની ટર્મ પુર્ણ થતી હોવાથી બાકીના અઢી વર્ષની મુદત માટે આજે ચૂંટણી યોજવામાં આવી હતી તેમાં ચેરમેનપદે જયેશ રાદડીયા તથા વાઈસ ચેરમેન તરીકે મગન વડાવીયા, બીનહરીફ રીપીટ થયા હતા. આ તકે ઉપસ્થિત ડાયરેકટરો- સહકારી આગેવાનોએ તેઓને શુભેચ્છા-અભિનંદન પાઠવ્યા હતા.

આ સમાચારને શેર કરો