વાંકાનેર: અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો.
ગુજરાત સરકાર દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવ 2024 નું આજે રાજ્ય વ્યાપી શુભારંભ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં વરદ હસ્તે થયો હતો. જે અંતર્ગત વાંકાનેર તાલુકાના રવિ કૃષિ મહોત્સવનું વાંકાનેર અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્ હસ્તે શુભારંભ કરાવવામાં આવ્યો હતો .
આ મહોત્સવ થકી ખેડૂતોને અધ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી કઈ રીતે પ્રાકૃતિક ખેતીમાં વધુ ઉત્પાદન મેળવી શકાય તેની માહિતી આપવામાં આવી હતી. તેમજ ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ દરેક મહાનુભાવો દ્વારા પ્રદર્શન સ્ટોલની મુલાકાત લીધી હતી.




