વાંકાનેર:પીપળીયા રાજ ગામમાં યોજાઈ સરકારી યોજનાઓની લોકોને માહિતી આપતી ‘રાત્રીસભા’
વાંકાનેર: ગુજરાત સરકારના લોકાભિમુખ અભિગમ અંતર્ગત, સરકારી યોજનાઓની જાણકારી આપવી અને ગ્રામજનોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવાનો ઉદ્દેશ સાથે પીપળીયા રાજ ગામમાં રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા મોરબી જિલ્લાના કલેકટરશ્રી ઝવેરી સાહેબના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
આ રાત્રીસભામાં મોરબી જિલ્લાના આરોગ્ય અધિકારી, અગ્ર કલેકટર DRDA ગઢવી, વાંકાનેરના પ્રાંત અધિકારી, મામલતદાર વાંકાનેર, તેમજ અન્ય અધિકારીઓ, શિક્ષક મિત્રો, પંચાયત સભ્યો, આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ સભામાં નીચે મુજબની મહત્વપૂર્ણ સરકારી યોજનાઓ વિશે લોકોને માહિતી આપવામાં આવી:
✅ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)
✅ વય વંદના પેન્શન યોજના
✅ વિધવા પેન્શન યોજના
✅ વૃદ્ધ પેન્શન યોજના
✅ ઈલેકશન કાર્ડ કલર સુધારણા
✅ આધાર કાર્ડ સુધારણા અને લિંકિંગ
✅ રેશન કાર્ડ અને NFSA અંતર્ગત લાભ
અહીં ખાસ નોંધનીય વાત એ છે કે પીપળીયા રાજ ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 21 દિવસથી સતત ઘરે-ઘરે જઈને આ યોજનાઓ વિશે માહિતી આપી, ફોર્મ ભરી, લોકોને વાસ્તવિક લાભ મેળવવામાં સહાય કરવામાં આવી હતી. કલેકટરે આ કામગીરીને બિરદાવી અને ગામના લોકસેવી કાર્યની પ્રશંસા કરી હતી.


