Placeholder canvas

વાંકાનેર: વાલાસણ ગામ દ્રારા જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારમાં રાસન કીટનું વિતરણ કરાયું

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામની સુન્ની મુસ્લિમ જમાત દ્રારા રાસન કીટ તૈયાર કરીને જામનગર જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું

વાલાસણ ગામના યુવાનો એકત્રિત થઈને જામનગર જિલ્લાના પુર ગ્રસ્ત વિસ્તારમાં મદદરૂપ થવા માટે કંઈક કરવાની ભાવનાથી રાસન કીટ તૈયાર કરીને જરૂરતમંદો સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો. યુવાનોના આ નિર્ણયને ગામમાથી વડીલોએ પણ ટેકો આપ્યો અને આર્થિક સહયોગ મળતા વડીલોના માર્ગદર્શન મુજબ યુવાનોએ ભારે જહેમત ઉઠાવીને રાસનકીટ તૈયાર કરી અને આ કિટો અસરગ્રસ્તો સુધી પહોંચાડી.

આ કીટમાં 3 કિલ્લો ચોખા, અઢી કિલો ઘઉંનો લોટ, 500 ગ્રામ મગફળીનું તેલ, 250 ગ્રામ મરચું પાવડર, 100ગ્રામ હળદર, 1કિલો નમક, 1 નંગ બામ્સ, 500 ગ્રામ ખાંડ, 100 ગ્રામ ચા, 1કિલો ડુંગળી, 1કિલો બટેટા, 2 પરલે બિસ્કિટ પેકેટ આટલી જીવન જરૂરિયાતની સામગ્રીઓની કીટ બનાવી આ ઉપરાંત 50 નંગ ગોદડા અને 20 જેટલી ચાદરોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આવી જીવન જરૂરિયાતની સામગ્રીઓની 500 જેટલી કીટ બનાવીને બે યુટીલિટી ભરીને જામનગર શહેરના અને અલીયાબાડા વિસ્તારમાં જરૂરિયાત મંદ લોકોમાં વિતરણ કરવામાં આવ્યું આ કીટ વિતરણ કરવા ગયેલા યુવાનો અને વડીલોએ જણાવ્યું હતું કે ત્યાંની પરિસ્થિતી એટલી હદે ખરાબ છે કે આપણું હૃદય દ્રવી ઉઠે, હાલમાં તેઓ લોકો દ્વારા મળતી સહાયના સહારે જીવી રહ્યા છે. ઘણા લોકોની તમામ ઘરની સામગ્રી અને વસ્તુઓ પાણીમાં તણાઈ ગઈ છે. મકાન પડી ગયા છે અને સાવ નોધારા અત્યારે દિવસો પસાર કરી રહ્યા છે. આવ

વાંકાનેર તાલુકાના વલાસણ ગામ ઉપરાંત તીથવા અને પાંચદ્વારકા ગામમાંથી પણ કીટ બનાવીને આ અસરગ્રસ્ત વિસ્તારોમાં વિતરણ કરવામાં આવેલ છે. આ ત્રણેય ગામના વડીલો અને યુવાનોએ અસરગ્રસ્તોને મદદરૂપ થઈ ને માનવતાને મહેકાવી છે. આ કામમાં જોડાયેલા તમામ લોકોને અભિનંદન…

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/Gk6wcRoQ98U1g3YM7Bm3qb

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો