Placeholder canvas

સંસ્કૃતમાં 100 માંથી 100 માર્ક્સ મેળવતી વાંકાનેરની વિદ્યાર્થીની રાઠોડ હિમાની

વાંકાનેર: આજે ધો.10 નું રિઝલ્ટ જાહેર થયું તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ સારો દેખાવ કર્યો છે. અમુક વિધાર્થીઓએ 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. વાંકાનેરના ટોપટેનમાં ૧૦ સ્થાનમાં ૧૬ વિધાર્થીઓનો સમાવેશ થયો છે.

આવી જ એક વાંકાનેરની વિદ્યાર્થિની રાઠોડ હિમાનીએ સંસ્કૃત વિષયમાં 100 માંથી 100 માર્ક્સ મેળવેલ છે. રાઠોડ હિમાનીએ વાંકાનેરની રામકૃષ્ણનગર કન્યા તાલુકા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાઠોડ મયુરસાહેબ અને જાણીતા એડવોકેટ અને નોટરી અંજનાબેન રાઠોડની પુત્રી છે.

રાઠોડ હિમાનીએ આજે જાહેર થયેલ ધોરણ 10ના બોર્ડના રીઝલ્ટમાં સંસ્કૃત વિષયમાં 100માંથી 100 ગુણ મેળવી સંસ્કૃત વિષયમાં બોર્ડ પ્રથમ આવવાનું બહુમાન મેળવેલ છે. તેઓ વાંકાનેરની એકમાત્ર વિદ્યાર્થીની છે જેણે સંસ્કૃત વિષયમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. તેઓ જ્ઞાનગંગા સ્કૂલ ની વિદ્યાર્થીની છે.

હિમાની અને પરિવારને અભિનંદન

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો